Home /News /entertainment /'હેરા ફેરી 3'માં કાર્તિક નહીં અક્ષય કુમાર જ બનશે રાજુ, સુનીલ શેટ્ટીએ આપી મોટી હિંટ

'હેરા ફેરી 3'માં કાર્તિક નહીં અક્ષય કુમાર જ બનશે રાજુ, સુનીલ શેટ્ટીએ આપી મોટી હિંટ

'હેરા ફેરી 3'માં થશે અક્ષય કુમારની એન્ટ્રી

સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર ખૂબ જ સારા મિત્રો છે અને જ્યારે પણ આ જોડી સ્ક્રીન પર આવી છે, ત્યારે તે દર્શકો માટે એક ટ્રીટ બની છે. ખાસ કરીને કોમેડી ફિલ્મોમાં તો તેમની જુગલબંધીનો જાદુ જ કંઇક અલગ છે.

    અક્ષય કુમાર એ વાતને લઈને સતત ચર્ચામાં છે કે આગામી ફિલ્મ 'હેરા ફેરી 3'માં તેની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો છે. હવે અક્ષય કુમારના ખાસ મિત્ર અને 'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીની છેલ્લી બે ફિલ્મોમાં તેના કો-એક્ટર સુનીલ શેટ્ટીએ આ સમાચાર પર રિએક્શનઆપ્યું છે.

    તેમના કહેવા પ્રમાણે, તેઓ પોતે પણ અચાનક થયેલા આ ઘટનાક્રમથી ચોંકી ગયા છે. જો કે તેણે અક્ષયના ફેન્સને એક આશા આપી છે. તે કહે છે કે જો બધું બરાબર રહ્યું તો અક્ષય કુમાર અને પરેશ રાવલ 'હેરા ફેરી 3'માં ફરી સાથે આવી શકે છે. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે અક્ષય કુમારનું સ્થાન કોઈ લઈ શકે નહીં.

    આ પણ વાંચો :  Bigg Boss 16 : ટીના દત્તા છે પરફેક્ટ 'BB'મટિરિયલ, એક નહીં આ 5 છે કારણો

    કાર્તિકના એક અલગ પાત્રની વાત


    આ દિવસોમાં પોતાની વેબ સિરીઝ 'ધારાવી બેંક'ના પ્રમોશનમાં વ્યસ્ત સુનીલ શેટ્ટીને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું 'હેરા ફેરી 3' માટે ઓરિજિનલ સ્ટારકાસ્ટની વાપસીની કોઈ શક્યતા છે? તેથી તેણે કહ્યું, "જો તે થશે તો તે સૌથી સારી બાબત હશે. એવી અટકળો છે કે કાર્તિક (આર્યન) અક્ષય (કુમાર)ને રિપ્લેસ કરી શકે છે. જુઓ અક્ષય કુમારને રિપ્લેસ કરી શકાય નહીં. કાર્તિકથી સાવ અલગ પાત્ર માટે મેકર્સની વાતચીત ચાલુ છે. તેથી કોઈ ચર્ચાને અવકાશ નથી."

    અક્ષય વિના ફિલ્મનો અનુભવ અલગ હશે


    સુનીલ શેટ્ટીએ પણ આ દરમિયાન સ્વીકાર્યું કે અક્ષય કુમાર વિના 'હેરા ફેરી'નો અનુભવ અલગ હશે. "તે શૂન્યતા હંમેશા રહેશે. શું થશે તે જોવાનું બાકી છે. મને ખબર નથી કારણ કે હું 'ધારાવી બેંક'માં બિઝી હતો. મારી પાસે આ બધા પર બેસીને કામ કરવા માટે વધુ સમય નથી," તેણે કહ્યું. નવેમ્બર 19 પછી હું બેસીને આ બધુ સમજીશ, અક્કી (અક્ષય) અને અન્ય લોકો સાથે વાત કરીશ અને જોઈશ કે શું થયું?

    આ પણ વાંચો :  Video : પિતાના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો મહેશ બાબુ, આવી હાલત જોઇને ભાવુક થયા ફેન્સ

    મેકર્સ વિશે કહ્યું - તે એક ગરીબ માણસ છે


    આ દરમિયાન સુનીલ શેટ્ટીએ પણ 'હેરા ફેરી 3'ના મેકર્સ પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, "ફિરોઝ નડિયાદવાલા એક ગરીબ માણસ છે. તેણે 14 વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ કરી નથી. તે મારો જૂનો મિત્ર છે. ફિંગર ક્રોસ, હું બધાને શુભકામના પાઠવું છું."


    'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ 2000માં આવી હતી


    'હેરા ફેરી' ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી અને બીજી ફિલ્મ 'ફિર હેરા ફેરી' 2006માં રિલીઝ થઈ હતી. બંને ભાગોમાં, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ બધાનું ખૂબ મનોરંજન કર્યું. હવે જોવાનું એ રહે છે કે કાર્તિક આર્યન સાથે આવી રહેલી ફિલ્મનો ત્રીજો ભાગ શું કમાલ બતાવે છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Akshay Kumar News, Bollywood Latest News, Paresh raval, Sunil shetty

    विज्ञापन
    विज्ञापन