મુંબઈ : બોલિવૂડ (Bollywood) અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)હાલ તેની ફિલ્મ ‘બેલ બોટમ’ની (Bell Bottom)સફળતાને લઇને ચર્ચાઓમાં છવાયેલો છે. પ્રશંસકો હવે તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ની Atrangi re) કાગડોળે રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં સારા અલી ખાન ( Sara Ali Khan)અને ધનુષ ( Dhanush)પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન એલ. રાય દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે, આ ફિલ્મને રિલીઝ થવાની હજુ ઘણી વાર છે, પરંતુ તે પહેલા જ અક્ષય કુમારના પાત્ર વિશે અમુક અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ અતરંગી રે (Atrangi re Film) માં અક્ષયનું પાત્ર વાસ્તવિક નથી. જો તમે મૂંઝવણમાં છો? તો ચાલો તેના વિશે ચર્ચા કરીએ.
ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર સારા અલી ખાનની કલ્પના માત્ર છે. ફિલ્મમાં સારાનું પાત્ર એક હેન્ડસમ પુરૂષ સાથે રિલેશનશિપમાં આવવા માંગે છે અને સતત તે અક્ષય જેવા એક પાત્ર વિશે વિચારો કરે છે. અક્ષયનું પાત્ર રિયલ નથી પરંતુ ધનુષનું પાત્ર એકદમ રિયલ છે. ફિલ્મમાં ધનુષ સારાના પ્રેમમાં હોય છે અને તેણે સારાની કલ્પના સાથે સ્પર્ધા કરવી પડશે. ફિલ્મમાં સારાને લાગે છે કે અક્ષય દુનિયામાં તેના માટે સૌથી યોગ્ય પાત્ર છે, પરંતુ ધનુષ અક્ષયથી પણ સારો સાબિત થવા માંગે છે. જોકે, આ માહિતી અંગે કોઇ સત્તાવાર જાહેરાત કે નિવેદન આવ્યું નથી.
આ વર્ષે માર્ચ મહીનામાં અક્ષયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. આ તસવીરમાં તેણે જાદુગર જેવા કપડા પહેર્યા હતા અને હાથમાં રમવાનું કાર્ડ પકડ્યું હતું. તસવીર શેર કરી તેણે લખ્યુ કે, અતરંગી રે નો છેલ્લો દિવસ હતો અને તે લોકોને ફિલ્મમાં દિગ્દર્શકે ક્રિએટ કરેલો જાદુ બતાવવા આતુર છે. આ ફિલ્મના ભાગ બનવા માટે તેણે કોસ્ટાર સારા અલી ખાન અને ધનુષનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અક્ષય કુમારની આ પોસ્ટ પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મમાં અક્ષય જાદુગરની ભૂમિકામાં હોઇ શકે છે. જોકે, હવે આ વાતની ચોખવટ તો કાં તો ફિલ્મના ટ્રેલર રીલીઝ પછી અથવા તો ફિલ્મ રીલીઝ થયા પછી થઇ શકશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર