અક્ષય કુમારની બેલબોટમ OTT ઉપર થશે રિલીઝ: Hotstar સાથે થયો કરોડોનો કરાર

ફાઈલ તસવીર

બેલ બોટમ ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાનીએ તા.28 મેના રોજ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વર્તમાન સંજોગોના કારણે બેલબોટમ હવે OTT ઉપર રિલીઝ કરવામાં આવશે.

  • Share this:
મુંબઈઃ કોરોના મહામારી (corona pandemic) વચ્ચે OTT પ્લેટફોર્મનું ચલણ વધ્યું છે. નાની વેબ સિરીઝથી (Web series) લઇ મસમોટી ફિલ્મો અત્યારે OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા લાગી છે. ત્યારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની (bollywood actor akshay kumar) ફિલ્મ બેલબોટમ પણ OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે.

અક્ષયની ફિલ્મ બેલબોટમ રિલીઝ થવાની રાહ ઘણા ચાહકો જોઈ રહ્યા હતા. પરંતુ, કોરોના વાયરસની બીજી લહેરના કારણે મનોરંજન ક્ષેત્રની રફતાર ઉપર લગામ કસાઈ ગઈ છે. અનેક ફિલ્મોની શૂટિંગ બંધ પડી ગયા છે. બીજી તરફ ઘણી ફિલ્મોની રિલીઝ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.

બેલ બોટમ ફિલ્મના પ્રોડ્યુસર જેકી ભગનાનીએ તા.28 મેના રોજ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વર્તમાન સંજોગોના કારણે બેલબોટમ હવે OTT ઉપર રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ

નોંધનીય છે કે, મનોરંજન ક્ષેત્રને અક્ષય કુમારની બેલબોટમ ઉપર ઘણી અપેક્ષાઓ છે. 2021ની મોટી ફિલ્મોની યાદીમાં બેલબોટમનો સમાવેશ થાય છે. નિર્માતાઓ હવે દર્શકોને વધુ રાહ જોડાવા માંગતા નથી. પરિણામે ફિલ્મને OTT પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવશે. મીડિયા અહેવાલો મુજબ ફિલ્મને hotstar ઉપર રિલીઝ કરવા માટેની ડિલ લગભગ ફાઇનલ છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તે અંગે જાણકારી અપાઈ નથી. hotstar પહેલા amazon prime સાથે ફિલ્મની રિલીઝને લઈને વાટાઘાટો થઈ હતી. દરમિયાન hotstarએ વધુ પૈસા ઓફર કરતા હવે આ ફિલ્મ તેને મળી છે.

અલબત્ત, આ ડીલ કેટલા રૂપિયામાં થઈ તે અંગે હજુ ફોડ પાડવામાં આવ્યો નથી. આ ફિલ્મ પ્લેન હાઇજેક થવાની વાર્તા ઉપરથી બનેલી છે. જેમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી અને આદિલ હુસૈન જોવા મળશે.સામાન્ય રીતે OTT પ્લેટફોર્મ ઉપર મોટા સ્ટારની ફિલ્મ રિલીઝ કરવાની બાબતને ખોટનો સોદો માનવામાં આવે છે. નિર્માતાની મરજી મુજબ પૈસા મળતા નથી. આ આ કારણે જ અક્ષય કુમારની મોટા બજેટવાળી સૂર્યવંશી એક સાલથી વધુ સમયથી રિલીઝની વાટ જોઈ રહી છે. આ ફિલ્મ 100 કરોડથી વધુ બજેટ ધરાવે છે.
First published: