સાઉથની આ ફિલ્મમાં વિલન બનશે અક્ષય કુમાર

News18 Gujarati
Updated: January 19, 2019, 11:40 AM IST
સાઉથની આ ફિલ્મમાં વિલન બનશે અક્ષય કુમાર
તાજેતરમાં જ ફિલ્મના બે નવા પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા હતા

તાજેતરમાં જ ફિલ્મના બે નવા પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા હતા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રજનીકાંત અને અક્ષય કુમારની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ '2.0'એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મ સાથે જ અક્ષય કુમારે પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર વિલનના રોલમાં જોવા મળ્યો, પરંતુ હવે અક્ષય કુમારને લઇને એવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

'ઇન્ડિયન 2'માં જોવા મળશે અક્ષય કુમાર

વર્ષ 1994માં સાઉથ ફિલ્મ્સના સુપરસ્ટાર કમલ હસને ફિલ્મ 'ઇન્ડિયન' કરી હતી. હવે એકવાર ફરી તેઓ એગ્રેસિવ ઓલ્ડ ઇન્ડિયન ભૂમિકામાં જોવા મળશે. 25 વર્ષ પછી આ ફિલ્મની સિક્વલ 'ઇન્ડિયન 2' બનશે. જોકે, આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમેકર્સે 'ઇન્ડિયન 2'માં વિલનની ભૂમિકા માટે અક્ષયને સાઇન કર્યો છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર અને બોબી દેઓલે મોડીરાત સુધી કરી પાર્ટી, તસવીરો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફિલ્મના બે નવા પોસ્ટર્સ રીલિઝ કરવામાં આવ્યા હતા. જેમાં કમલ હસન જબરદસ્ત લુકમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મની સિક્વલમાં કાજલ અગ્રવાલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
First published: January 19, 2019, 11:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading