Home /News /entertainment /

માનાં નિધનનાં ચોથા પહેલાં જ Akshay Kumar પરિવાર સાથે ગયો લંડન, યૂઝર્સે ક્યું- ન ચોથું કર્યું ન તેરમું

માનાં નિધનનાં ચોથા પહેલાં જ Akshay Kumar પરિવાર સાથે ગયો લંડન, યૂઝર્સે ક્યું- ન ચોથું કર્યું ન તેરમું

માતાનાં નિધનનાં ચોથા દિવસે પરિવાર સાથે લંડન ગયો અક્ષય કુમાર

Akshay Kumar Trolled: સોશિયલ મીડિયા પર યૂઝર્સ અક્ષય કુમાર (Akshay Kumar) પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક લખે છે, 'આ શું બવાલ છે ભાઇ.. માને ગયે અઠવાડિયું પણ નથી થયું.' તો બીજો લખે છે, આ લોક તેરમું નથી કરતાં કે શું.. .અમે તો 40 દિવસ સુધી નથી જતા.. તો અન્ય એક લખે છે, હવે જન્મ દિવસ લંડનમાં ઉજવશે. તો એક લખે છે, ના તો ચોથુ ના તો તેરમું..

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર (Akshay Kumar)એ 8 સ્પટેમ્બરનાં તેની માતા અરુણા ભાટિયાને હમેશાં હમેશાં માટે ગુમાવી દીધી છે. ઘણાં સમયથી અક્ષય કુમારની માતા બીમાર હતી. 8 સ્પટેમ્બરનાં સવાર સવારમાં તેની માતાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તેણે મુખાગ્નિ આપી હતી. તે બાદતી સતત તેનાં ઘરે બોલિવૂડ હસ્તીઓની અવર જવર ચાલુ છે. 9 સ્પટેમ્બરનાં અક્ષય કુમારનો જન્મ દિવસ હતો તે દિવસે માતાની તસવીર શેર કરી તેણે લખ્યું હતું કે, 'તે ઉપરથી મારા માટે હેપી બર્થ ડે ગાતી હશે.'

  આ પણ વાંચો-Ganesh Chaturthi 2021: TVની દુનીયાનાં આ સ્ટાર્સનાં ઘરે પધાર્યા 'બાપ્પા', જુઓ તસવીરોમાં તેમનો જલસો

  6 સ્પટેમ્બરનાં નાજૂક હાલત થતા અક્ષય કુમારની માતાને મુંબઇની હીરાનંદાની હોસ્પિટલનાં ICUમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ અક્ષય કુમાર લંડનમાં તેની ફિલ્મની શૂટિંગ છોડી મુંબઇ પરત આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, અક્ષય કુમાર (Akshay Kumar) યૂકેમાં તેની ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યો હતો.

  આ પણ વાંચો-તેલૂગુ એક્ટર સાઇ ધરમ તેજની બાઇકને નડ્યો અકસ્માત, ખભાનું હાડકું તુટ્યું, છાતી પર આવી ઇજા

  અક્ષય તેની માતાની ઘણી નિકટ હતો અને તેમની તબિયત ખરાબ થતા તેમનાંથી દૂર નહોતો રહી શકતો તેતી તે અચાનક જ ભારત આવી ગયો હતો અને માતાની સાથે રહેવાનો તેને નિર્ણય કર્યો હતો. હવે તે દીકરાને છોડીને આ દુનીયને અલવિદા કહીને જતી રહી છે.
  એક્ટરે અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂર્ણ ખરી અને હવે તે માતાનાં નિધનનાં બે દિવસ બાદ કામ પર પરત ફરવા લંડન રવાના થયો છે. શુક્રવારે સવારે અક્ષય કુમાર પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યો હતો. આ સમયે તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને દીકરી નિતારા સાથે તે પ્રાઇવેટ પ્લેનથી લંડન ગયો છે. માનાં નિધનનાં ચાર દિવસ પહેલાં એક્ટર વિદેશ જતાં સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહ્યો છે.


  સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેનાં પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક લખે છે, 'આ શું બવાલ છે ભાઇ.. માને ગયે અઠવાડિયું પણ નથી થયું.' તો બીજો લખે છે, આ લોક તેરમું નથી કરતાં કે શું.. .અમે તો 40 દિવસ સુધી નથી જતા.. તો અન્ય એક લખે છે, હવે જન્મ દિવસ લંડનમાં ઉજવશે. તો એક લખે છે, ના તો ચોથુ ના તો તેરમું.. તો અન્ય એક યૂઝરે લખ્યું છે, આ સેલિબ્રિટીઝમાં ભાવનાઓ નથી હોતી શું? બે દિવસ પહેલાં મા મરી છે અને તે ફરવાં નીકળી પડ્યો. એક યૂઝરે લખ્યું કે, આ લોકો મની માઇન્ડેડ હોય છે. બધા સંસ્કાર પતાવી શૂટિંગ પર જતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં સૌ કોઇ અક્ષયને કહે છે કે, ચોથુ પતવાની તો રાહ જોઇ લેતો..

  આ પણ વાંચો-Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય


  માનાં ચોથા પહેલાં જ અક્ષય કુમારનું શૂટિંગ માટે વિદેશ જવું સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર લોકો સતત તેનાં વિશે કમેન્ટ કરી રહ્યાં છે. એવામાં માનવામાં આવે છે કે, અક્ષય કુમાર પિલ્મોની શૂટિંગ જલ્દી જ પતાવવાં માંગે છે. દરેક કામ સમય પર કરે છે પણ વર્ક કમિટમેન્ટનાં ચક્કરમાં ચોથાની વિધી પહેલાં મુંબઇ છોડવાનો અક્ષય કુમારનો નિર્ણય ફેન્સને ગમ્યો નથી. અક્ષય કુમારનાં પિતાનું પહેલાં જ સ્વર્ગવાસ થઇ ગયુ છે અને હવે તેની મા પણ જતી રહી. અક્ષય કુમારને એક બહેન છે. તેણે ખુબ નાની ઉંમરે પિતાને ગુમાવ્યાં હતાં. અક્ષય તેનાં પિતાની ખુબજ નજીક હતો. પિતાનાં નિધન બાદ અક્ષયે માતાને સંભાળી આ માતા અક્ષયની ઇમોશનલ સપોર્ટ હતી. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા પાછળનો શ્રેય પણ તેનાં માતા પિતાને આપે છે.

  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published:

  Tags: Akshay kumar mother death, Entertainment news, અક્ષય કુમાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन