Home /News /entertainment /

Ram Setu Poster Release :અક્ષય કુમાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર, ફિલ્મ 'રામ સેતુ'ના પોસ્ટરમાં શોધી કાઢી આ ભૂલ

Ram Setu Poster Release :અક્ષય કુમાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર, ફિલ્મ 'રામ સેતુ'ના પોસ્ટરમાં શોધી કાઢી આ ભૂલ

ફિલ્મ રામ સેતુના પોસ્ટરને લઇને અક્ષય કુમાર ફરીથી ટ્રોલર્સના નિશાના પર

અક્ષય કુમારે (Akshay Kumar) હાલમાં જ ફિલ્મ 'રામ સેતુ'નું (Ram Setu) નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરને કારણે હવે સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટરને ટ્રોલ કરીને તેની ઝાટકણી કાઢી રહ્યા છે.

    અક્ષય કુમાર (Akshay Kumar) તેની ફિલ્મ 'રામ સેતુ'ને (Ram Setu) લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ખૂબ જ રસપ્રદ ભૂમિકામાં જોવા મળશે. આ નવા પોસ્ટરને જોયા બાદ ફરી એકવાર લોકોએ અક્ષયને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે અક્ષયના હાથમાં મસાલ છે તો પછી જેકલીન ફર્નાન્ડીઝના હાથમાં ઇલેક્ટ્રિક ટોર્ચ શું કરી રહી છે?

    અક્ષય કુમારે હાલમાં જ ફિલ્મ 'રામ સેતુ'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરને કારણે હવે સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટરને ટ્રોલ કરીને તેની ઝાટકણી કાઢી રહ્યા છે.



    વાસ્તવમાં, જ્યારે લોકોએ પોસ્ટરને ધ્યાનથી જોયું તો તેમને અક્ષય કુમાર હાથમાં મશાલ પકડેલા જોવા મળ્યા. બીજી બાજુ જેકલીન ઇલેક્ટ્રિક ટોર્ચ પકડીને ઊભી છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો જોઈને તર્ક શોધી રહ્યા છે અને પોસ્ટરની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક બોલિવૂડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

    લોકોએ ઉઠાવ્યા સવાલ


    પોસ્ટર જોઈને એક યુઝરે લખ્યું, "આજુબાજુ ઘણો પ્રકાશ છે, મહિલાએ પાવરફુલ ઈલેક્ટ્રીક ટોર્ચ પકડી છે, તેમ છતાં તમે ભગવાનના દર્શન કરવા માટે અગ્નિની મશાલ પકડી રહ્યા છો! ફની પોસ્ટર!'

    આ પણ વાંચો -કંગના રનૌતની એક્શન-મારધાડથી ભરપૂર ટ્રેલર, અર્જુન રામપાલનો પણ જોરદાર લૂક

    બીજાએ લખ્યું- 'જેકલીન બેટરીથી ચાલતી ફ્લેશલાઈટ પકડીને ઉભી છે, છતાં અક્ષય કુમાર મશાલનો ઉપયોગ કરીને આસપાસ જોઈ રહ્યો છે. આ વિગતો દિગ્દર્શકની આંખો વિશે ઘણું કહે છે.

    બોલિવૂડ પર કટાક્ષ કરતા, એક નેટીઝને લખ્યું, 'બોલિવૂડમાં જ આવું થાય છે, તમે એક અભિનેતાને જ્યોતની મશાલ પકડીને અને બીજી અભિનેત્રીને તે જ ફ્રેમમાં બેટરી વાળી ટોર્ચ પકડીને જોઈ શકો છો. RIP તર્ક.'

    આ પણ વાંચો -SS Rajamouliની દરેક ફિલ્મ હિટ થવા પાછળ છે આ 5 સિક્રેટ, બાહુબલી બાદ દરેક મૂવીએ box office પર ધૂમ મચાવી

    તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ટ્રોલર્સે અભિનેતા પર નિશાન સાધ્યું હોય. અગાઉ, અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડને સમર્થન આપવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. 'ખિલાડી કુમાર' એક પાન મસાલા બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળ્યો હતો, જેના કારણે લોકોનો ગુસ્સો તેના પર ફાટી નીકળ્યો હતો. જોકે, ટ્રોલિંગ બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને ચાહકોની માફી માંગી અને કહ્યું કે તે પ્રોડક્ટને એન્ડોર્સ કરવાનો નિર્ણય પાછો લઈ રહ્યો છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Akshay Kumar News, Jacqueline Fernandez, Ram Setu Film

    આગામી સમાચાર