મુંબઇ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોઇ પણ રિસ્ક લઇને ઍડવેન્ચરનાં નામે કંઇપણ કરી શકે છે. તે તેનાંથી ડરતો નથી. હાલમાં જ તેણે એવું કામ કર્યું છે જે તેને મુશ્કેલીમાં મુકી શકતો હતો. અક્ષય કુમારે
ટ્રાફિકથી બચવા માટે 18 સ્પટેમ્બરનાં રોજ મેટ્રોમાં સવારી કરી હતી. અક્ષય કુમારે તેનો વીડિયો શેર કરીને આ માહિતી જાહેર કરી છે.
વીડિયોમાં અક્ષય કહે છે, 'હું આ સમયે મેટ્રોમાં છું. ચુપચાપ હું અહીં આયો છું. હું ઘાટકોપરમાં શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાંથી મને વર્સોવા પહોંચવાનું હતું. મારા મેપ પ્રમાણે ટ્રાફિક જે મુજબ છે મારે વર્સોવા પહોંચતા 2.05 કલાક સમય લાગશે. મારી સાથે ડિરેક્ટર રાજ મેહતા હતાં. જેમણે ગુડ ન્યૂઝ ડિરેક્ટ કરી છે. તેમણે મને કહ્યું કે, અક્ષય ચલ મેટ્રોથી જઇએ. મે કહ્યું કે, ભીડ ઘણી હશે તો કહે ચલને જઇએ... તે મે પણ કહ્યું કે, ચલો રિસ્ક લઇને જઇએ. મે એક બે સિક્યોરિટી ગાર્ડ લીધા અને ચુપચાપ આવીને અહીં ખુણામાં બેસી ગયો. હજુ સુધી કોઇને માલૂમ થયુ નથી. એકાદ બે લોકો છે જેમને અંદાજો આવી ગયો છે.'
અક્ષય કુમાર કહે છે કે,'મને લાગે છે કે, આ એક એવું ટ્રાન્સપોર્ટેશન છે જે ઉચાઇ પર છે. તેથી ગમે તેટલો વરસાદ પડે કે પાણી ભરાય તે ચાલતું રહેશે.'
તેણે ઉમેર્યું કે, મેટ્રોની મદદથી મે 2 કલાકનો સફર 20 મિનિટમાં પૂર્ણ કરી લીધો ચે. અક્ષયનાં આ વીડિયો પર તેનાં ફેન્સ જાત ભાતની કમેન્ટ કરી રહ્યાં છે. રિંગ વર્મા લખે છે કે, ' ભાઇ પહેલી વખત બેઠા છો, દિલ્હીમાં તો વધુ મઝા આવે છે
મેટ્રોમાં.' જોયા ખાન લખે છે કે, 'કાશ હું હોતી ત્યાં., તે મેટ્રોમાં, તે બોગીમાં, કંઇ નહીં સર, Love You Always.' સનાયા ખટ્ટર લખે છે, 'દિલ્હીની મેટ્રોમાં આવી જાઓ.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર