AKSHAY KUMAR: કપિલ શર્માનાં પગે લાગ્યો, Bell Bottom માટે લીધા આશીર્વાદ
AKSHAY KUMAR: કપિલ શર્માનાં પગે લાગ્યો, Bell Bottom માટે લીધા આશીર્વાદ
PHOTO-@kapilsharma/Instagram
કપિલ શર્મા (Kapil Sharma)નાં સેટ પરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં અક્ષય કુમાર કપિલ શર્માનાં પગે લાગતો નજર આવે છે. આ થસવીર સામે આવ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, કપિલની બોલતી બંધ કરવાં અક્ષય કુમાર (Akshay Kumar) પાસે કંઇ જબરદસ્ત પ્લાન કરી શોમાં એન્ટ્રી લેવાનો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર સૌથી વધુ પસંદ કરવામાં આવતા શોમાં 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show)નું નામ છે. શોનાં બંધ થયા બાદ લોકો તેનાં જુના એપિસોડ જોઇ મન મનાવી રહ્યાં હતાં. પણ હવે જલ્દી જ કપિલ તેની સેનાની સાથે હાસ્યરસ લઇને પરત ફરી રહ્યો છે. નવાં ક્લેવરમાં શરૂ થતા આ શોનો પહેલો ગેસ્ટ બોલિવૂડનો ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar)હશે. તે તેની અપકમિંગ ફિલ્મ બેલ બોટમ (Bell Bottom)નાં પ્રમોસન બાદ પહોંચશે. કપિલ શર્મા (Kapil Sharma)એ સેટની એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી છે. જેમાં અક્ષય, કપિલનાં પગે લાગતો નજર આવે છે.
અક્ષય કુમાર (Akshay Kumar) અને કપિલ શર્મા (Kapil Sharma) આમ તો સેટ પર ઘણી વખત એકબીજાને મળી ચૂક્યા છે. અક્ષય તેની ઘણી બધી ફિલ્મનાં પ્રમોશન માટે અહીં આવ્યો છે. પણ હાલમાં અક્ષય અને કપિલની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રીહ છે. જેમાં તે કપિલ શર્માનાં પગે લાગતો નજર આવે છે. આ થસવીર સામે આવ્યા બાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, કપિલની બોલતી બંધ કરવાં અક્ષય કુમાર (Akshay Kumar) પાસે કંઇ જબરદસ્ત પ્લાન કરી શોમાં એન્ટ્રી લેવાનો છે. આ તસવીર ખુદ કોમેડી કિંગ કપિલ શર્માએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. અને તસવીર શેર કરતાં તેણએ કેપ્શનમાં લખ્યું છે, 'સુપ્રસિદ્ધ ફિલ્મ એક્ટર અક્ષય કુમાર તેમની નવી ફિલ્મ બેલ બોટમ માટે આશીર્વાદ લેતા સમયે'
PHOTO-@kapilsharma/Instagram
આ તસવીર જોયા બાદ કપિલ અને અક્ષયનાં ફેન્સ કમેન્ટ અને લાઇકની ભરમાર કરી દીધી છે. અક્ષય ઘણો જ હાજરજવાબી છે. તેની આગળ કપિલની પણ નથી ચાલી શકતી કે ન તો તેની ટીમની. આ તસવીર સામે આવ્યાં બાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે, અક્ષય કુમાર શોમાં એન્ટ્રી લેવાનો છે તો જબરદસ્ત મજા આવવાની છે.
અક્ષય કુમાર 25 વખત આ શો પર આવી ગયો છે. અક્ષયે તેનો રેકોર્ડ તોડતા જ સિલ્વર જુબલી મનાવી છે. આ અક્ષય કુમારની 26મી વખત એન્ટ્રી છે. જ્યારે કોઇ શો પર તેની ફિલ્મનાં પ્રમોશનમાં નજર આવશે.
આપને જણાવી દઇએ કે, બેલ બોટમનાં ટ્રેલરનાં કપિલ શર્માએ પણ ભરપેટ વખાણ કર્યા હતાં. પણ આ વખાણ તેણે ટ્રેલર રિલીઝનાં બીજા દિવસે કર્યા હતાં. જે માટે અક્ષય કુમારે લખ્યું હતું કે, મળીને ખબર લઉ છું તારી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર