Home /News /entertainment /

દોસ્તાના-2માં કાર્તિક આર્યનની જગ્યા લેશે અક્ષય કુમાર, ફિલ્મ માટે પ્રશંસકોએ જોવી પડશે રાહ

દોસ્તાના-2માં કાર્તિક આર્યનની જગ્યા લેશે અક્ષય કુમાર, ફિલ્મ માટે પ્રશંસકોએ જોવી પડશે રાહ

કરણ જોહરની 2008ની ફિલ્મ 'દોસ્તાના'ની સિક્વલ ' દોસ્તાના-2 ' હાલ ચર્ચામાં છે. કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડયા બાદ ફિલ્મના મુખ્ય અભિનેતા વિશેની અફવાએ જોર પકડ્યું છે

કરણ જોહરની 2008ની ફિલ્મ 'દોસ્તાના'ની સિક્વલ ' દોસ્તાના-2 ' હાલ ચર્ચામાં છે. કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડયા બાદ ફિલ્મના મુખ્ય અભિનેતા વિશેની અફવાએ જોર પકડ્યું છે

મુંબઈ : કરણ જોહરની 2008ની ફિલ્મ 'દોસ્તાના'ની સિક્વલ ' દોસ્તાના-2 ' હાલ ચર્ચામાં છે. કાર્તિક આર્યનને ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડયા બાદ ફિલ્મના મુખ્ય અભિનેતા વિશેની અફવાએ જોર પકડ્યું છે. ચર્ચા હતી કે ફિલ્મમાં કાર્તિકની જગ્યા હવે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર લેશે. હવે ફિલ્મ વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. સમાચાર છે કે ધર્મા પ્રોડક્શન્સની 'કેસરી' અને 'ગુડ ન્યૂઝ' બાદ હવે અક્ષયે કરણ જોહરની 'દોસ્તાના-2' ને હા પણ કરી દીધી છે.

અક્ષય કુમારે 'દોસ્તાના-2' ની સિક્વલના શૂટિંગ માટે સમય પણ આપ્યો છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે ટૂંક સમયમાં તમે ફિલ્મને સ્ક્રીન પર જોઈ શકશો, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે ફિલ્મ માટે હજી રાહ જોવી પડશે. સ્પોટબોયના સમાચાર મુજબ, અક્ષયે આ ફિલ્મ માટે હા પાડી છે અને આવતા વર્ષે એટલે કે 2022માં ફિલ્મના શૂટિંગ માટે સમય આપ્યો છે.

આ દિવસોમાં અક્ષય તેના બાકીના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, એટલે જ તે 2022માં કરણ જોહરની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકે છે. જોકે, ફિલ્મના નિર્માતાઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ખરેખર અક્ષયને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો છે કે નહીં.

આ પણ વાંચો - બે બાળકોના પિતાને થયો 2 યુવતીઓ સાથે પ્રેમ, પત્ની કરાવે છે તેમના લગ્ન, બધા હળીમળી રહેશે સાથે

અગાઉ અહેવાલ હતા કે કાર્તિક આ ફિલ્મમાંથી બહાર થવાને કરણે અક્ષયને ફિલ્મ કરવાની વિનંતી કરાઈ હતી. તેના શૂટિંગમાં અગાઉ જ ઘણા પૈસા ખર્ચ થઈ ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'દોસ્તાના' રોમેન્ટિક કોમેડી હતી, જેમાં જ્હોન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. વાર્તા આ ફ્લેટમેટ્સની આસપાસ ફરે છે, જે પ્રિયંકાના પાત્ર નેહાના પ્રેમમાં પડે છે અને તેને પોતાના ઘરે રાખવા માટે એક ગે કપલ હોવાનો ડોળ કરે છે. આ ફિલ્મનું નિર્દેશન તરુણ મનસુખાનીએ કર્યું હતું.

આ સાથે જ 'દોસ્તાના 2' જ્હાનવી કપૂર અને લક્ષ્યા લાલવાનીની છે. જે આ ફિલ્મમાં તેના ભાઈનો રોલ પ્લે કરશે. ફિલ્મમાં ફિલ લવ ટ્રાયેંગલ બનશે, જેમાં બંને એક જ વ્યક્તિના પ્રેમમાં પાગલ થઈ જશે.
First published:

Tags: Dostana 2, Entertainment, Karan johar, Kartik aaryan, Shooting, અક્ષય કુમાર, બોલીવુડ

આગામી સમાચાર