Home /News /entertainment /અક્ષય કુમાર આગામી બાયોપિકમાં રિયલ લાઇફ હીરો જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે, જુઓ ફર્સ્ટ લૂક

અક્ષય કુમાર આગામી બાયોપિકમાં રિયલ લાઇફ હીરો જસવંત સિંહ ગિલની ભૂમિકા ભજવશે, જુઓ ફર્સ્ટ લૂક

જસવંત સિંહ ગિલની વાર્તાને મોટા પડદા પર લાવવાની જાહેરાત

Akshay Kumar: ખેલાડી કુમાર ટૂંક સમયમાં જ રિયલ લાઈફ સ્ટોરી લઈને રૂપેરી પડદે આવી રહ્યાં છે. અનેક ચઢાવ-ઉતાર છતા અક્ષય કુમારનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

    ખેલાડી કુમાર ટૂંક સમયમાં જ રિયલ લાઈફ સ્ટોરી લઈને રૂપેરી પડદે આવી રહ્યાં છે. અનેક ચઢાવ-ઉતાર છતા અક્ષય કુમારનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દર્શકોના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે હવે તેઓ પૂજા એન્ટરટેઈનમેન્ટના નેજા હેઠળની રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલની બાયોપિકમાં નજરે પડશે.

    વાર્તાને મોટા પડદા પર લાવવાની જાહેરાત


    અક્ષયે તેની બીજી આગામી ફિલ્મ વિશે માહિતી આપી છે. 16 નવેમ્બરે બચાવ દિવસ (Rescue Day)ના અવસર પર અક્ષયે ટૂંક સમયમાં માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલની વાર્તાને મોટા પડદા પર લાવવાની જાહેરાત કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે જસવંત સિંહ ગિલે વર્ષ 1989માં કોલસાની ખાણમાં ફસાયેલા માઈનર્સનો જીવ બચાવ્યો હતો.

    કેન્દ્રીય મંત્રીએ જસવંત સિંહ ગિલને યાદ કર્યા


    કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ સ્વર્ગસ્થ એન્જિનિયર જસવંત સિંહ ગિલને યાદ કરીને ટ્વિટ કર્યું હતું, તેમણે લખ્યું હતું કે, 'અમે સ્વર્ગસ્થ સરદાર જસવંત સિંહ ગિલજીને 1989માં પૂરગ્રસ્ત રાનીગંજ કોલસાની ખાણમાંથી 65 કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ યાદ કરીએ છીએ. અમને અમારા કોલ વોરિયર્સ પર ગર્વ છે.’

    અક્ષયે આપ્યો જવાબ


    આ ટ્વિટના જવાબમાં અક્ષય કુમારે મંત્રીનો આભાર માન્યો અને લખ્યું, 'ખૂબ ખૂબ આભાર પ્રહલાદ જોશીજી. તમે સાચા હીરોને યાદ કર્યા. અક્ષયે આગળ લખ્યું, મારું નસીબ છે કે હું મારી આગામી ફિલ્મમાં ગિલજીનું પાત્ર ભજવી રહ્યો છું.

    અક્ષયનો ફર્સ્ટ લુક રિલીઝ :


    ગિલની બાયોપિક મૂવીના અક્ષય કુમારનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ સામે આવ્યું છે, જેમાં તેઓ સરદારજીના ગેટઅપમાં જોવા મળી રહ્યાં છે. અક્ષય કુમાર સાથે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'રુસ્તમ'માં કામ કરી ચૂકેલા ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. વાશુ ભગનાની આ ફિલ્મનું પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ માટે ઉત્સાહિત વાશુ ભગનાનીએ લખ્યું કે, ‘સ્વર્ગીય એન્જિનિયર જસવંત સિંહ ગિલજીની અનેરી કહાનીને ફિલ્મના રૂપમાં લોકો સુધી લઈ જવી આપણું સૌભાગ્ય છે.

    કોણ હતા જસવંત સિંહ ગિલ ?


    22 નવેમ્બર, 1939ના રોજ અમૃતસરના સથિયાલામાં જન્મેલા જસવંત સિંહ ગીલે પ્રારંભિક શાળાકીય શિક્ષણ ખાલસા સ્કૂલમાં કર્યું હતું અને 1959માં ખાલસા કોલેજમાંથી સ્નાતક થયા હતા. જસવંત સિંહ ગિલ પશ્ચિમ બંગાળના રાનીગંજમાં કોલસાની ખાણમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. 16 નવેમ્બર, 1989 ના તે ભયંકર દિવસે, ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની મહાવીર કોલિયરી ખાતે ખાણ મજૂરો કોલસાની દિવાલોને બ્લાસ્ટ કરી રહ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન બાજુમાં આવેલ ભૂગર્ભ જળસંગ્રહ પડી ભાંગ્યો. ચિતરફ પાણી ઘુસી ગયું અને ખાણમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. બહાદુર જસવંત સિંહ ગિલે હિંમત હાર્યા વિના બહાદુરીથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તેમણે કોલસાની ખાણમાં ફસાયેલા ખાણ-મજૂરોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
    First published:

    Tags: Akshay Kumar News, Biopic, Bollywood News in Gujarati

    विज्ञापन
    विज्ञापन