Home /News /entertainment /અક્ષય કુમારને બીજી વખત થયો કોરોના, ટ્વિટ કરીને કહ્યું, 'આરામ કરીશ, કાન્સ 2022માં હાજરી નહીં આપી શકું'

અક્ષય કુમારને બીજી વખત થયો કોરોના, ટ્વિટ કરીને કહ્યું, 'આરામ કરીશ, કાન્સ 2022માં હાજરી નહીં આપી શકું'

અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Akshay Kumar Tested Corona Positive: બોલિવૂડનાં ખેલાડી (Action Hero) તરીકે ઓળખાતા અક્ષય કુમાર (Akshay Kumar) 54 વર્ષની ઉંમરે બીજી વખત કોરોના સંક્રમિત (Covid-19 Positive) થયો છે. તેને હાલમાં કાન્સ ફિલ્મ (Cannes Film Festival) ફેસ્ટિવલમાં ભાગ લેવાનો હતો. પણ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેણે આ પ્રવાસ રદ કર્યો છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત (Covid Positive) થઈ ગયો છે. આ વાતની જાણકારી અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ (Twitter) દ્વારા આપી છે. તમને જણાવી દઈએ કે આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં (Cannes Film Festival) ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે, તેથી અભિનેતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે ભારતીય પ્રતિનિધિમંડળ તરીકે કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. હાલમાં, કોરોના સંક્રમિત હોવાને કારણે, અભિનેતા 17 મેથી શરૂ થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં.

  જાતે ટ્વિટ કરી આપી માહિતી
  અક્ષય કુમારે ટ્વીટ દ્વારા પોતાના કોરોના સંક્રમીત હોવા વિશે માહિતી આપતા લખ્યું કે, "ખરેખર હું કાન 2022ના ઈન્ડિયા પેવેલિયનમાં અમારા સિનેમાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ દુઃખની વાત છે કે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી હવે આરામ કરો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને ટેગ કરી અક્ષયે લખ્યું છે, તમને અને તમારી સમગ્ર ટીમને શુભેચ્છાઓ.  અત્યાર સુધી એવી વાતો હતી કે, અક્ષય કુમાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનાં નેજા હેઠળ એઆર રહેમાન, આર માધવન, નવાઝુદ્દિન સિદ્દિકી, નયનતારા, તમન્ના ભાટિયા, શેખર કપૂર, CBFC ચિફ પ્રસૂન જોશી, રિક્કી કેજ અને અન્ય ઘણાં બધા કલાકારોની સાથે ભાગ લેશે.

  આ પણ વાંચો- PHOTOS: સોહેલ ખાન-સીમા સહીત આ 6 સેલિબ્રિટી કપલ્સના બ્રેકઅપનાં ખબરથી ચાહકોને પણ લાગ્યો હતો આંચકો

  એપ્રિલ 2021માં પહેલી વખત આવ્યો હતો કોરોનાની ચપેટમાં

  આ પહેલાં પણ અક્ષય કુમાર એક વખત કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તે વર્ષ 2021માં એપ્રિલ મહિનામાં ફિલ્મ 'બચ્ચન પાંડે'નાં શૂટિંગ વખતે અક્ષય કુમાર કોરોના સંક્રમિત થયો હતો. તે બાદ આખી ટીમ કોરોના સંક્રમિત થઇ હોવાનાં ખબર સામે આવ્યા હતાં
  View this post on Instagram


  A post shared by Akshay Kumar (@akshaykumar)


  વિમલની એડમાટે થયો હતો વિવાદ

  થોડા દિવસો પહેલાં તે વિમલ પાન મસાલાની એડવર્ટાઇઝમેન્ટમાં નજર આવ્યો હતો આ સમયે લોકોએ તેને ખુબજ ટ્રોલ કર્યો હતો અને બાદમાં તેણે માફી માંગી હતી અને કંપની સાથે હવે આગળ કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરાવે તેવી લોકોને પોસ્ટ કરીને માહિતી આપી હતી.

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ 'પૃથ્વીરાજ ચૌહાણ'નું ટ્રેલર રિલીઝ થયુ છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Cannes Film Festival, Corona Positive, COVID-19, Maestro AR Rahman, Nawazuddin siddiqui, R Madhavan, અક્ષય કુમાર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन