અક્ષય કુમારે કર્યું 'રામ સેતુ'નું મુહૂર્ત, પ્રભુ શ્રીરામનાં લીધા આશીર્વાદ

અક્ષય કુમારે લીધા પ્રભુ શ્રીરામનાં આશીર્વાદ

અક્ષય કુમાર (Akshay Kumar) ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચમ્પત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રની મુલાકાત લીધી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર (Akshay Kumar) તેની અપકમિંગ ફિલ્મ રામ સેતુ (Ram Setu)ની શૂટિંગ માટે તેની લીડિંગ લેડી જેક્લીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નુશરત ભરુચા સાથે અયોધ્યા (Ayodhya) પહોંચી ગયો છે. અહીં તેણે ફિલ્મનાં મુહૂર્તની સાથે જ ઉત્તર પ્રદેશનાં CM યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અક્ષયે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં મહાસચિવ ચમ્પત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત ટ્રસ્ટનાં સભ્ય અને રાજા અયોધ્યા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રનાં ઘરે થશે. અક્ષય રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની સામે રામસેતુ ફિલ્મનું કર્યુ મુહૂર્ત. તેણે પ્રભુ શ્રીરામનાં આશીર્વાદ લીધા.  રામસેતુ ફિલ્મનું ડિરેક્શન અભિષેક શર્મા કરે છે. આ ફિલ્મનું શૂટિંગ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં થવાનું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હાલમાં તો દિવાલી 2022નાં છે. અને આ ફિલ્મ 'રામ સેતુ' ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની જનરેશન વચ્ચે કડી બનશે.  આ ફિલ્મનાં મૂહુર્ત માટે નીકળેલી ટીમનો એક વીડિયો અક્ષય કુમારે તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યો છે જેમાં ચાલતી બસમાં નુશરત ભરુચા અને જેક્લિન ફર્નાન્ડિઝ મેકઅપ કરતાં નજર આવે છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ વાયરલ થઇ ગયો છે.
  Published by:Margi Pandya
  First published: