Akshay kumar Struggle Story: અક્ષય કુમાર પહેલા હોટલમાં કામ કરતો, બિગ બી સાથે શેર કરી સ્ટોરી

Akshay kumar Struggle Story - અક્ષય કુમાર સ્ટ્રગલ સ્ટોરી

શું તમે જાણો છો બોલિવૂડ (Bollywood)ના ટોચના અભિનેતા (Actor) અક્ષય કુમાર (Akshay Kumar) એક સમયે જ્વેલરી (Jewellery) વેચતા હતા. અક્ષયની આ સ્ટ્રગલ સ્ટોરી (Struggle Story) જાણીને તમે પણ ચોંકી જશો.

  • Share this:
    મુંબઈ : શું તમે જાણો છો બોલિવૂડ (Bollywood)ના ટોચના અભિનેતા (Actor) અક્ષય કુમાર (Akshay Kumar) એક સમયે જ્વેલરી (Jewellery) વેચતા હતા. કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Karodpati)ના શોમાં અક્ષયે બિગ બી (Big B) સાથે આ વાતો શેર કરી છે. અક્ષયની આ સ્ટ્રગલ સ્ટોરી (Struggle Story) જાણીને તમે પણ ચોંકી જશો. અભિનેતા અક્ષય કુમાર ભલે આજે ઇન્ડસ્ટ્રીનો ટોપ એક્ટર બની ગયો હોય પરંતુ અહીં સુધીની સફર તેના માટે આસાન રહી નથી. અક્ષયે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો.

    કૌન બનેગા કરોડપતિ શોમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચેલા અક્ષયે બોલિવૂડમાં પ્રવેશતા પહેલા અમિતાભ બચ્ચન સાથે તેની સંઘર્ષની વાર્તા શેર કરી હતી. બિગ બીએ એક્ટિંગમાં પ્રવેશતા પહેલા અક્ષયને તેમના જીવન વિશે પૂછ્યું હતું. અક્ષયે જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે દિલ્હીમાં 'કુંદન' જ્વેલરી વેચતો હતો.

    અક્ષયે કહ્યું, “હું કુંદન જ્વેલરી વેચતો હતો. હું તેને દિલ્હીથી 7,000 થી 10,000 રૂપિયામાં ખરીદતો હતો અને તેને વેચવા માટે મુંબઈ આવતો હતો, જેનાથી મને 11,000 થી 12,000 રૂપિયાનો નફો થતો હતો. મેં આ લગભગ 3 વર્ષ કર્યું.. કદાચ 4 વર્ષ સુધી.

    ભોજન પીરસવાની સાથે ટેબલો પણ સાફ કરતો હતો

    આ સિવાય અમિતાભે તેમને તેમના શેફ દિવસો વિશે પણ સવાલ કર્યા હતા. આના જવાબમાં અક્ષયે કહ્યું, “હું ફૂડ જોઈન્ટમાં જલેબી, છોલે-ભટુરે, સમોસા બનાવતો અને સર્વ કરતો હતો. હું ટેબલ પણ તૈયાર કરતો. પ્રયત્ન કર્યો કે બધું યોગ્ય રીતે સંતુલિત છે.

    આ પણ વાંચોમાતા-પિતાએ વાંચવા જેવી સ્ટોરી: કરોડોની સંપત્તિનો માલિક અક્ષય, તોએ પુત્ર પાસે માંગે છે પાઇ-પાઈનો હિસાબ

    દિવાલો પર આ કલાકારોની તસવીરો

    અક્ષયે આગળ કહ્યું, "મારી પાછળ એક દીવાલ હતી અને સામાન્ય રીતે દરેક રેસ્ટોરન્ટમાં શેફ દિવાલો પર કોઈની તસવીર લગાવતા હતા. મેં મારી વોલ પર ચાર લોકોની તસવીરો લગાવી હતી. તમારી (અમિતાભ બચ્ચન), જેકી ચેન, શ્રીદેવી અને સિલ્વેસ્ટર સ્ટેલોનના ફોટા. અને આજે મારું નસીબ જુઓ. મેં સાથે કામ કર્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું કંઈક થશે પરંતુ તે જાદુઈ છે. જેકી ચેન સાથે કામ કર્યું નથી, પરંતુ તેને મળી ચુક્યો છું અને તેમણે એવોર્ડ પણ આપ્યો છે.
    Published by:kiran mehta
    First published: