Home /News /entertainment /

કરણનાં શોમાં અક્કીનો ખુલાસો: ખિલાડી કુમાર ટ્વિંકલ ખન્નાનું ઈન્સ્ટાગ્રામ સ્ટોક કરે છે, પગ પકડીને કામની ભીખ માગે છે

કરણનાં શોમાં અક્કીનો ખુલાસો: ખિલાડી કુમાર ટ્વિંકલ ખન્નાનું ઈન્સ્ટાગ્રામ સ્ટોક કરે છે, પગ પકડીને કામની ભીખ માગે છે

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનાં 2001માં લગ્ન થયા હતાં

બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)ની સાથે કોફી વિથ કરણની સિઝન 7 (Koffee With Karan Season 7)માં ત્રીજા એપિસોડમાં ગેસ્ટ બનીને પહોંચ્યા હતા, જ્યાં શોના હોસ્ટ કરણ જોહરે બંને મહેમાનો સાથે ઘણી વાત કરી. કરણે આ દરમિયાન અક્ષયને તેની કરિયરની સાથે તેની પર્સનલ લાઈફ વિશે પણ સવાલ કર્યા

વધુ જુઓ ...
    બોલિવૂડના ‘ખિલાડી કુમાર’ એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)ની સાથે કોફી વિથ કરણની સિઝન 7 (Koffee With Karan Season 7)માં ત્રીજા એપિસોડમાં ગેસ્ટ બનીને પહોંચ્યા હતા, જ્યાં શોના હોસ્ટ કરણ જોહરે બંને મહેમાનો સાથે ઘણી વાત કરી. કરણે આ દરમિયાન અક્ષયને તેની કરિયરની સાથે તેની પર્સનલ લાઈફ વિશે પણ સવાલ કર્યા, જેનો એક્ટરે સારી રીતે જવાબ પણ આપ્યો. શો દરમિયાન અક્કીએ ખુલાસો કર્યો કે તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)ને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરે છે અને તેના પગે પડે છે.

    કોફી વિથ કરણની સિઝન 7 (Koffee With Karan Season 7)નો ત્રીજો એપિસોડ ઘણો મજેદાર રહેશે. અક્ષય કુમાર (Akshay Kumar) અને એક્ટ્રેસ સમાંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ મસ્તીની સાથે કરણના સવાલોના જવાબ પણ આપ્યા હતો. કરણે જ્યારે અક્ષયને પૂછ્યું કે તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)ના કામ અને કરિયરને સપોર્ટ કેવી રીતે કરે છે? એક્ટરે તેનો જવાબ ખાસ અંદાજમાં આપ્યો.

    અક્કી કેવી રીતે પત્નીને સપોર્ટ કરે છે?

    અક્ષયે કરણના આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, ટ્વિંકલ એક એક્ટ્રેસ હતી, પરંતુ પછી તેણે નવલકથાકાર અને કટારલેખક બનવાની ઈચ્છા થઈ અને કરિયરની એક મોટી છલાંગ લગાવી. અક્ષયે કહ્યું કે તે તેનું સમર્થન કરે છે પરંતુ તેને રાજનીતિ, સામાજીક મુદા પર હંમેશાં પોતાના વિવાદાસ્પદ વલણને ઓછું કરવા માટે કહે છે.

    જ્યારે અક્ષયને ટ્વિંકલના પગ પકડવા પડે છે

    તે કેવી રીતે પોતાની પત્નીની મદદ કરે છે એ જણાવતા અક્ષય કુમાર જણાવે છે કે, જ્યારે પણ તે કંઈક લખે છે, હું તેને સમજાવવાનો પ્રયાસ કરું છું પ્લીઝ લાઈન ક્રોસ ન કરતી. હું તેના પગે પડું છું, હાથ જોડું છું કે તેનાથી મુશ્કેલી થશે અને તેને સમજાવવામાં 2-3 કલાક લાગી જાય છે.

    પત્ની સાથે હાથ જોડી ભીખ માગી કરે છે આ કામ

    કરણ પછી કહે છે કે ટ્વિંકલને જો કે તેનાથી કોઈ ફરક નહીં પડ્યો હોય અને તે હજી પણ લખતી હશે. આ વિશે અક્ષયે કહ્યું કે પછી તે થોડી શાંતિથી લખે છે. અક્ષય આગળ જણાવે છે કે તે તેની કોપી એડિટ કરે છે, પરંતુ હાથ જોડી, ભીખ માગી. અક્ષયની વાત સાંભળી સમાંથા અને કરણ જોહર પોતાનું હસવાનું રોકી નથી શકતા.

    ટ્વિંકલ ખન્નાને કેમ સ્ટોક કરે છે અક્ષય કુમાર

    જ્યારે રેપિડ ફાયરમાં કરણે તેને પૂછ્યું કે એક સેલેબનું નામ જણાવો, જેને તે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોક કરે છે. આ વિશે તેણે પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાનું નામ લીધું. અક્ષય કુમારે કહ્યું, મારી પત્નીનું ઈન્સ્ટાગ્રામ છે, તમે લોકો નથી જાણતા કે તે શું લખવા જઈ રહી છે. તેથી મારે દરેક સમયે સાવધાન રહેવું પડે છે. મારે હંમેશાં સ્ટોકિંગ કરતા રહેવું પડે છે. ઉલ્લેખનીય છે કે ટ્વિંકલ અને અક્ષયના લગ્નને 21 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંનેને બે બાળકો છે. બંને બોલિવૂડના પાવર કપલ્સમાંનાં એક છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Koffee With Karan, Twinkle Khanna, અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन