Bell Bottom Box Office Day 2: અક્ષય કુમારની ફિલ્મની પકડ થઇ ઢીલી, ઘટી કામાણી
Bell Bottom Box Office Day 2: અક્ષય કુમારની ફિલ્મની પકડ થઇ ઢીલી, ઘટી કામાણી
અક્ષય કુમારની બેલબોટમ છવાઇ
અક્ષય કુમાર (Akshay Kumar) તેની એક્શન ફિલ્મ 'બેલબોટમ' (Bell Bottom) અંગે ચર્ચામાં છે તો લારા દત્તા (Lara Dutta) તેનાં ઇન્દિરા ગાંધી અવતાર માટે ચર્ચાઇ રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)ની બેલ બોટમ (Bell Bottom) લાંબા સમય બાદ સિનેમાઘરમાં રિલીઝ થનારી ફિલ્મ છે. કોરોના મહામારીને કારણે તે બંધ પડેલાં સિનેમાઘરમાં હલચલ લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 19 ઓગસ્ટને રિલીઝ થઇ ગઇ આ ફિલ્મની પહેલાં દિવસની ઓપનિંગ થઇ પણ બીજા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન કંઇ ખાસ રહ્યું નથી. જોકે, શુક્રવારે મુહર્રમની રજા હતી. જેને કારણે દર્શકો થિએટર્સ સુધી ખેંચાયા હતાં. પણ બોક્સ ઓફિસ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ, 'બેલબોટમ'નાં બીજા દિવસે આશરે 2.50 કરોડનો બિઝનેસ કર્યો છે.
જ્યારે પહેલાં દિવસે ફિલ્મ 3 કરોડ કમાણી થયાનો રિપોર્ટ હતો. દિલ્હી-NCRમાં જ્યાં ગ્રોથ મળ્યો તો પંજાબમાં તેનું કલેક્શન ખુબજ ખરાબ રહ્યું. ફિલ્મી પંડિતોનું માનવું છે કે, અત્યાર સુધીની રિપોર્ટ મુજબ 5.50 કરોડનો બિઝનેસ ફિલ્મ કરી ચૂકી છે. જોકે, ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે, ઓપનિંગ ડે કલેક્શન 5 કરોડ સુધીનો હોઇ શકે છે.
થોડા દિવસ પહેલાં અક્ષય કુમારે જણાવ્યું હતું કે, અમે ફિલ્મને કંઇક એ રીતે પૂર્ણ કરી છે, કે તેની સીક્વલ પણ અમે બનાવી શકીએ છીએ. એવામાં સંકેત મળે છે કે, હાઇજેકિંગ પર આધારિત 'બેલ બોટમ'ની સીક્વલ પણ બની શકે છે. ફિલ્મની કાહનીમાં કેટલાંક આતંવાદી એક ફ્લાઇટ હાઇજેક કરી લે છે. અને તેને અમૃતસર ઉતરાવામાં આવે છે. જે બાદ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને આ અંગે માલૂમ થાય છે અને એક મિશન શરૂ થાય છે. અક્ષય કુમાર તેની ટીમ સાથે મળી તે તમામ યાત્રીઓને બચાવવાં અને આતંકવાદીઓને પકડવા માટે જાય છે. આપને જણાવી દઇએ કે, ઇન્દિરા ગાંધીનો રોલ અદા કરી રહેલી લારા દત્તા ખાસી ચર્ચામાં છે.
આ ફિલ્મ રંજીત એમ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે .જેમાં અક્ષય કુમાર ઉપરાંત વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરૈશી અને આદિલ હુસૈનની એક્ટિંગ પણ અફલાતુન છે. ફિલ્મને ચાર દિવસનું વિકએન્ડ મળ્યું છે. તે ગુરુવારનાં દિવસે થિએટરમાં રિલીઝ કરવામાં આવી અને રવિવાર સુધી ફિલ્મ 10 કરોડનો બિઝનેસ કરે તેવું ટ્રેડ એનાલિસ્ટનું અનુમાન છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર