Home /News /entertainment /રિલીઝ પહેલા જ વિવાદોમાં અક્ષયની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’, કુવૈત અને ઓમાનમાં લદાયો પ્રતિબંધ

રિલીઝ પહેલા જ વિવાદોમાં અક્ષયની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’, કુવૈત અને ઓમાનમાં લદાયો પ્રતિબંધ

સમ્રાટ પૃથ્વીરાજ પર લદાયો પ્રતિબંધ

Akshay Kumar Smrat Prithviraj Banned in Oman-Kuwait: સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જીવન એ હકીકતની સાક્ષી પૂરે છે કે ભારતીયો જે યોગ્ય છે તેના માટે હંમેશા ઉભા રહ્યા હતા અને નિર્દયી આક્રમણકારોથી પોતાના દેશનું રક્ષણ કર્યું હતું જેઓ ફક્ત લૂંટવા અને આપણા લોકોની હત્યા કરવા માંગતા હતા. આ ફિલ્મ અત્યારે ખરેખર ચર્ચાનો મુદ્દો બની રહી છે અને લોકોની અપેક્ષા ખૂબ વધી રહી છે. તેમના જીવન પર આધારિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી માત્ર એક જ પ્રશ્ન થાય છે કે લોકો ઇતિહાસ પર એક નજર કેમ નથી નાંખી શકતા અને ભારત અને હિન્દુઓ સાથે જે બન્યું તે શા માટે સ્વીકારી શકતા નથી.

વધુ જુઓ ...
અક્ષય કુમાર (Akshay Kumar) અને માનુષી છિલ્લર (Manushi Chhillar)ની સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj) 3 જૂને રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય અને માનુષી મુખ્ય ભૂમિકામાં છે. હવે રિલીઝના એક દિવસ અગાઉ ઓમાન અને કુવૈતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ (Samrat Pritviraj Banned in Oman & Kuwait) મૂકવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અક્ષય અભિનીત આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અને બહાદુર યોદ્ધા રાજા પૃથ્વીરાજ ચૌહાણની જીવનકથા વર્ણવવામાં આવી છે.

ઓમાન અને કુવૈતમાં ફિલ્મ બેન

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ ફિલ્મ સાથે જોડાયેલા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે, ઓમાન અને કુવૈતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેની પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ઇન્ડિયાટીવી દ્વારા એક સૂત્રએ જણાવ્યું હતું કે, "સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું જીવન એ હકીકતની સાક્ષી પૂરે છે કે ભારતીયો જે યોગ્ય છે તેના માટે હંમેશા ઉભા રહ્યા હતા અને નિર્દયી આક્રમણકારોથી પોતાના દેશનું રક્ષણ કર્યું હતું. જેઓ ફક્ત લૂંટવા અને આપણા લોકોની હત્યા કરવા માંગતા હતા. આ ફિલ્મ અત્યારે ખરેખર ચર્ચાનો મુદ્દો બની રહી છે અને લોકોની અપેક્ષા ખૂબ વધી રહી છે. તેમના જીવન પર આધારિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાથી માત્ર એક જ પ્રશ્ન થાય છે કે લોકો ઇતિહાસ પર એક નજર કેમ નથી નાંખી શકતા અને ભારત અને હિન્દુઓ સાથે જે બન્યું તે શા માટે સ્વીકારી શકતા નથી.

આ પણ વાંચો- પરમ મિત્ર 'તારક મહેતા' પર સવાલ પૂછાતા જ વાત અધૂરી મૂકી ચાલતો થયો 'જેઠાલાલ', જુઓ VIDEO

IANSના અહેવાલ મુજબ, નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ વ્યાપારિક સૂત્રએ જણાવ્યું હતું કે, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કુવૈત અને ઓમાન જેવા કેટલાક આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણા સાહસિક હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના જીવન અને હિંમત પર આધારિત એક ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવું લાગે છે કે આ દેશોએ ફિલ્મની રજૂઆત અંગે આ અલગ વલણ અપનાવ્યું છે.



આ પણ વાંચો-કેન્સરની સારવાર બાદ છવી મિત્તલે કર્યો પતિ સાથે ડાન્સ, ફેન્સે કહ્યું-'તમારી તબિયત સારી નથી, આરામ કરો'

શું છે ફિલ્મની કહાની?

ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ દ્વારા માનુષી છિલ્લર બોલિવૂડમાં ડબ્યૂ કરશે. અક્ષય કુમાર અભિનીત સમ્રાટ પૃથ્વીરાજ નીડર અને સાહસિક રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજનું પાત્ર નિભાવશે જેણે ઘોરના મોહમ્મદ સામે બહાદૂરી પૂર્વક લડત આપી હતી. જ્યારે માનુષી છીલ્લર ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રેમિકા સંયોગીતાનું પાત્ર નિભાવશે. આ ફિલ્મમાં સંજય દત્ત અને સોનુ સૂદ પણ છે. સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.
First published:

Tags: Entertainment, Manushi Chhillar, Samrat prithviraj Banned, અક્ષય કુમાર