ટૂંક સમયમાં GOOD NEWS લઇને આવી રહી છે તૈમૂરની મમ્મી!

 • Share this:
  'વીરે દી વેડિંગ' માંથી પરત ફર્યા બાદ કરીના કપૂર, હવે સંપૂર્ણપણે મેદાનમાં આવી ચુકી છે. હવે તેણે બીજી ફિલ્મ સાઇન કરી લીધી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર તેની સાથે જોવા મળશે. અક્ષય પહેલા, તે 'ગબ્બર ઇઝ બેક' માં જોવા મળી હતી. આ વખતે કરીના કપૂર બોલીવૂડના સ્ટાર અક્ષય કુમાર સાથે એક સારા સમાચાર લઇને આવી રહી છે.

  ફિલ્મમાં કરીના અને અક્ષય એક કપલની ભૂમિકામાં જોવા મળશે, જે સરોગેસી દ્વારા બાળકો ઇચ્છે છે. ફિલ્મની કહાની એક સાચી ઘટના પર આધારિત હશે. કરીના અને અક્ષય સાથે ફિલ્મમાં અન્ય એક કપલ પણ જોવા મળશે. આ માટે, કાર્તિક આર્યન અને જહ્નવી કપૂરનું નામ સાંભળવા મળ્યુ હતુ. પરંતુ હવે સમાચાર છે કે આ માટે દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીને ફાઇનલ કરવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થશે.

  રિપોર્ટસ અનુસાર, અક્ષયને ફિલ્મની કહાની એટલી પસંદ આવી કે સાંભળતા જ હા કરી દીધી. છેલ્લા કેટલાય સમયથી અક્ષયે વાસ્તવિક જીવનથી પ્રેરિત ફિલ્મો જ કરી છે. તે 'ટોયલેટ એક પ્રેમ કથા' હોય કે 'પેડમેન' બંને ફિલ્મો વાસ્તવિક જિંદગીના 'સુપર હીરો' પર આધારિત હતી. તે જ સમયે તે હવે 'ગોલ્ડ' લઇને આવી રહ્યો છે. આ કહાની પણ હકિકત ઘટના છે. હવે તો બસ લોકોને 'ગૂડન્યૂઝ' ની રાહ છે.
  Published by:Bhoomi Koyani
  First published: