અક્ષય કુમાર અને સારા અલી ખાનની 'અતરંગી રે' નાં સેટ પરથી VIDEO થયો લિક

અક્ષય કુમાર અને સારા અલી ખાનની 'અતરંગી રે' નાં સેટ પરથી VIDEO થયો લિક
અક્ષય કુમાર અને સારા અલી ખાન 'અતરંગી રે માં સાથે જોવા મળશે'

એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) અને સારા અલી ખાન (Sara Ali Khan) તેમની અપકમિંગ ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re) ની શૂટિંગમાં બિઝી છે. આ વચ્ચે ફિલ્મનાં સેટનો એક વીડિયો લિક (Video Leak) થઇ ગયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આ દિવસોમાં બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. ઘણી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત થઇ ગઇ છે. તો કેટલાંયેનું શૂટિંગ શરૂ થઇ ગયુ છે. આ વચ્ચે અક્ષય કુમાર (Akshay Kumar) ધનુષ અને સારા અલી ખાન (Sara Ali Khan)ની અપકમિંગ ફિલ્મ 'અતરંગી રે' (Atrangi Re) ખુબજ ચર્ચામાં છે. આ ફિલ્મ અંગે ઘણાં સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. આ ફિલ્મમાં અક્ષયે ફિલ્મનાં સેટથી તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. હવે આ ફિલ્મની શૂટિંગનો એક વીડિયો લીક થઇ ગયો છે. જેમાં સારા અલી ખાન અને અક્ષય કુમાર એક સાથે નજર આવે છે. આ ફિલ્માં બંનેનો લૂક પણ ઘણો અલગ નજર આવી રહ્યો છે.  ખરેખરમાં, ટ્વિટર પર અક્ષય કુમારનાં એક ફેન ક્લબ અકાઉન્ટથી ફિલ્મ 'અતરંગી રે' સાથે જોડાયેલો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન નજર આવી રહ્યાં છે. જ્યાં અક્ષયે કાળા ચશ્માની સાથે સફેદ શર્ટ અને બ્લેક કોટ પહેરેલો છે. તો સારા સફેદ કુર્તા અને પીળા દુપટ્ટામાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં માલૂમ થાય છે કે, બંને કોઇ બ્રિજ પર છે અને બંનેનો આ લૂક એખ પોસ્ટમરમાં પણ નજર આવી ચૂક્યો છે. અહીં જુઓ આ બંનેનો લીક થેયલો વીડિયો  અન્ય એક વીડિયોમાં સારા અક્ષય કુમારને વાંદરાનાં બચ્ચાની જેમ ચોટેલી નજર આવે છે.

  આ પણ વાંચો- Breaking: નીતૂ કપૂર વરણ ધવન અને ડિરેક્ટર કોરોના પોઝિટિવ? અનિલ કપૂરની રિપોર્ટ અવી નેગેટિવ

  વીડિયો શેર કરતાં ફેન પેજ પર જણાવવામાં આવ્યું છે કે, 'અક્ષય કુમાર અને સારા અલી ખાનનો આ વીડિયો અતરંગી રેનાં સેટનો છે. આ ફિલ્મની શૂટિંગ આજે ગ્રેટર નોયેડામાં થઇ રહી છે.'
  Published by:Margi Pandya
  First published:December 05, 2020, 09:36 am

  ટૉપ ન્યૂઝ