Home /News /entertainment /

આ દિવસે રિલીઝ થશે રજનીકાંતની '2.o'નું ધમાકેદાર Teaser

આ દિવસે રિલીઝ થશે રજનીકાંતની '2.o'નું ધમાકેદાર Teaser

આ ફિલ્મનાં પોસ્ટરમાં રિલીઝ ડેટને લઇને હજુ સુધી કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. સોર્સિસની માનીયે તો આ ભારતમાં અત્યાર સુધીમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે

આ ફિલ્મનાં પોસ્ટરમાં રિલીઝ ડેટને લઇને હજુ સુધી કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. સોર્સિસની માનીયે તો આ ભારતમાં અત્યાર સુધીમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે

    મુંબઇ: સાઉથ સુપર સ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ '2.o'ને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગત બે વર્ષમાં ચર્ચા છે કે આ ફિલ્મનાં દર્શકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. પણ હવે તેમનો ઇન્તેઝાર દૂર થશે. આપને જણાવી દઇએ કે રજનીકાંતની આ ફિલ્મ અંગે ડિરેક્ટર શંકરે તેમનાં ટ્વિટર પેજ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં ફિલ્મનાં ટિઝરની રિલીઝ ડેટ જાહેર કરી છે.



    તો બીજી તરફ અક્ષય કુમારે પણ તેનાં ઓફીશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યુ છે અક્ષય કુમારે ટ્વિટમાં કહ્યું છે કે તેમની ફિલ્મનું પહેલું ટીઝર 13 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે આ દિવસે ગણેશ ચતૂર્થી છે.



    જોકે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટને લઇને કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. સોર્સિસની માનીયે તો આ ભારતમાં બનનારી સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મ પાછળ મેકર્સે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ફિલ્મમાં સાઉથ સુપર સ્ટાર રજનીકાંત હિરોનાં રોલમાં નજર આવશે. તો બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમાર ફિલ્મમાં વિલનનાં રોલમાં નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Most awaited, Movie 2.O, Rajnikanth, Release date, Share, South Super Star, Teaser, અક્ષય કુમાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन