અક્ષય કુમારે પોતાને જ લગાડી આગ, તસવીર જોઇ પત્ની ટ્વિંકલે કહ્યું આવું

અક્ષયે સ્ટંટ માટે પોતાના શરીર પર આગ લગાડી હતી

અક્ષય કુમાર અમેઝોન પ્રાઇમ વીડિયો સાથે 'ધ એન્ડ' નામની એક નવી વેબ સીરિઝ કરવા જઇ રહ્યો છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડમાં અક્ષય કુમારને સ્ટંટ મામલે કઇ ટક્કર આપી શકે તેમ નથી. આ વખતે તે ચોંકાવનારો સ્ટંટ કરતો જોવા મળ્યો. અક્ષયે આ સ્ટંટ માટે પોતાના શરીર પર આગ લગાડી હતી. આટલું જ નહીં, આગ સાથે તે રેમ્પ પર વોક કરતો જોવા મળ્યો હતો. અક્ષયે આવું તેની વેબ સીરિઝ ડેબ્યુ માટે કર્યું છે. અક્ષય કુમાર અમેઝોન પ્રાઇમ વીડિયો સાથે 'ધ એન્ડ' નામની એક નવી વેબ સીરિઝ કરવા જઇ રહ્યો છે. એની એનાઉન્સમેન્ટના પ્રસંગે અક્ષયે આ સ્ટંટ કર્યો હતો.

  અક્ષયને આ અંદાજમાં જોઇને ત્યાં હાજર લોકો પણ ચોંકી ગયા હતા. જ્યારે તેની પત્ની ટ્વિંકલને અક્ષયની આ હરકત બિલકુલ પસંદ પડી નથી. તેણે ધમકીભર્યા અંદાજમાં ટ્વિટ કર્યું કે, બકવાસ! આવી રીતે મને ખબર પડી કે તે પોતાને આગ લગાવવાનું નક્કી કર્યું છે. જો તું આનાથી બચી જાય તો ઘરે આવ અને હું તને મારીશ. ભગવાન મારી મદદ કરો.

   આ પણ વાંચો: પ્રિયંકાના પતિ નિક જોનસ પર બની રહી છે ડોક્યુમેન્ટ્રી, અહીં જોઇ શકશો તમે
  View this post on Instagram

  And we’re off to a fiery start with @primevideoIn’s THE END (working title)🔥🔥🔥 @abundantiaent


  A post shared by Akshay Kumar (@akshaykumar) on
   અક્ષયે આ તસવીર તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. અક્ષયની આ ટ્વિટને રિટ્વિટ કરતાં ટ્વિંકલે તેને ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેઝોન પ્રાઇમ પહેલીવાર અક્ષય સાથે કામ કરવા જઇ રહ્યું છે. આ પહેલાં તે ઇનસાઇડ એજ, બ્રીથ, મિર્ઝાપુર, ફોર મોર શોર્ટ્સ પ્લીઝ અને વેલા રાજા જેવી વેબ સીરિઝ બનાવી ચૂક્યું છે.
  Published by:Azhar Patangwala
  First published: