Home /News /entertainment /Hera Pheri 3: અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી 3નો ભાગ નથી’ જાણો અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

Hera Pheri 3: અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી 3નો ભાગ નથી’ જાણો અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

Hera Pheri 3: અક્ષય કુમારે એક કાર્યક્રમમાં એ વાતની પુષ્ટિ કરી કે તે હેરાફેરી 3માં કામ નથી કરતો. જેથી તેણે લોકોની માંફી પણ માગી હતી. તેણે કહ્યું કે, ‘મને દુઃખ છે કે, હુ તે ફિલ્મ નથી કરી રહ્યો પરંતુ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી તેથી હું તે ફિલ્મમાંથી નિકળી ગયો છું.’

વધુ જુઓ ...
    Hera Pheri 3: અક્ષય કુમાર બોલીવુડનો એક જાણીતો ચહેરો છે. તેણે ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. જેમાં હેરાફેરીની વાત કેમ ભૂલી શકાય. કારણ કે, હેરાફેરીમાં તેમની અદાકારીના ખુબ વખાણ થયા છે. તેણે હેરાફેરીના દરેક ભાગમાં પોતાનો રોલ કર્યો છે. અત્યારે લોકો ઘણા સમયથી હેરાફેરી 3ની રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે તેની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન પરેશ રાવલે હેરાફેરીની સ્ટાર કાસ્ટને લઈને એક ખુલાસો કર્યો હતો. જે બાદ લોકો હેરાની થઈ હતી. એક કાર્યક્રમમાં પરેશ રાવલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પરેશ રાવલે કહ્યુ કે, હા આ ફિલ્મમાં કાર્તિક આર્યન છે.

    અક્ષય કુમારે કાર્યક્રમમાં વાતની પુષ્ટિ કરી


    આ ખુલાસા પછી લોકોએ અક્ષય કુમારને હેરાફેરી ફિલ્મમાં લેવાની માગ કરી હતી. આ સાથે જ અક્ષય કુમારે એક કાર્યક્રમમાં તે વાતની પુષ્ટિ કરી હતી કે, તે હેરાફેરીમાં કામ નથી કરી રહ્યા. અને તે હેરાફેરી 3નો ભાગ નથી. જેથી લોકોમાં ભારે નિરાશા છવાઈ છે, કારણ કે, હેરાફેરી જેવી ફિલ્મમાં અક્ષય કુમાર ન હાય તો લોકોને ફિલ્મ જોવાનો આનંદ નહી મળી શકે.

    આ પણ વાંચો: દેવ દિવાળી બાદ શ્રી વૈભવ લક્ષ્મી મંદિરમાં અન્નકુટ ઉત્સવ યોજાયો

    હેરાફેરી મારી જિંદગીનો ભાગ: અક્ષય કુમાર


    આ મામલે અક્ષય કુમારે વધુમાં જણાવ્યું કે, ‘હેરાફેરી જેવી ફિલ્મમાં કામ કર્યુ તે મારા માટે આનંદની વાત છે. હેરાફેરી મારી જિંદગીનો ભાગ છે, મને દુઃખ છે કે આટલા સમય સુધી ફિલ્મ નથી બની. પરંતુ હવે સમય છે કઈક અલગ વિચારવાનો. હેરાફેરી ફિલ્મની જે સ્ક્રિપ્ટ આવી તે મને પસંદ આવી ન હતી, જેથી હું તેમાથી નિકળી ગયો. મને દુઃખ છે કે, હુ તે ફિલ્મ નથી કરી રહ્યો પરંતુ સ્ક્રિપ્ટ પસંદ નથી આવી તેથી હું તે ફિલ્મમાંથી નિકળી ગયો છું’

    નો રાજુ, નો હેરાફેરી


    ઉલ્લેખનીય છે કે, આ મામલે તેમણે વધુમાં પણ વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘મે સોશિયલ મીડિયામાં જોયુ છે કે, લોકો બોલી રહ્યા છે, નો રાજુ, નો હેરાફેરી, મને ખુબ જ દુઃખ લાગ્યુ છે. પરંતુ હુ તેમની માંફી માગુ છે, કે હું હેરાફેરી 3માં કામ નથી કરી રહ્યો, કૃપા કરી મને માફ કરો.’

    આ પણ વાંચો: ગુજરાતની સૌથી મોટી વિધાનસભા બેઠક ચોર્યાસીના કાર્યકર્તાઓમાં રોષ

    અક્ષય કુમારે લોકોની માંફી પણ માંગી


    નોંધનીય છે કે, હેરાફેરીની જાહેરાત બાદ લોકોને જાણવા મળ્યુ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર નથી જેથી લોકોમાં નિરાશા છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં લોકો બોલી રહ્યા છે, નો રાજુ, નો હેરાફેરી. આ બાદ અક્ષય કુમારે ફિલ્મમા તે નથી તે વાતની પુષ્ટિ પણ કરી દીધી છે. અને લોકોની માંફી પણ માંગી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Akshay Kumar News

    विज्ञापन
    विज्ञापन