Home /News /entertainment /અક્ષય કુમારે જ્યારે પોતે જ કર્યો હતો ખુલાસો, જણાવ્યું કેમ બોલિવૂડ પાર્ટીઝમાં નથી જતો 'ખેલાડી'
અક્ષય કુમારે જ્યારે પોતે જ કર્યો હતો ખુલાસો, જણાવ્યું કેમ બોલિવૂડ પાર્ટીઝમાં નથી જતો 'ખેલાડી'
(photo credit: viral bhayani)
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)એ ઘણાં વર્ષો પહેલાં આ ખુલાસો કર્યો હતો કે, બોલિવૂડ પાર્ટીઝ (Bollywood Parties)માં કેમ નથી જતા. આ વાતનો ખુલાસો તેણે કપિલ શર્માનાં શોમાં કર્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં 'ખેલાડી' એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar)ની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. સોશિયલ મીડિયા પર તે ઘણો એક્ટિવ રહે છે. એક બાદ એક ઘણી ફિલ્મોમાં તે હવે નજર આવશે. અક્ષય કુમાર બોલિવૂડનો એવો સુપરસ્ટાર છે જે એક વર્ષમાં ઘણી ફિલ્મો સાઇન કરવાં માટે જાણીતો છે. જ્યાં એક તરફ ઘણાં સ્ટાર્સ એક વર્ષમાં એક કે બે ફિલ્મો કરવાની પોલિસી રાખે છે ત્યાં બીજી તરફ અક્ષય કુમાર તેમનાંથી અળગ છે તે એક વર્ષમાં ઘણી બધી ફિલ્મો કરે છે. મોટાભાગનાં સ્ટાર્સ તેમની લેટ નાઇટ્સ પાર્ટીઝ માટે જાણીતા છે ત્યારે તેમનાંથી અલગ અક્ષય કુમાર ખુલાસો કર્યો હતો કે, તે કેમ બોલિવૂડ પાર્ટઝમાં (Bollywood Parties) નથી જતો.
હાલમાં જ અક્ષય કુમાર (Akshay Kumar)નો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે કપિલ શર્માનાં કોમિડી શો પર નજર આવે છે. વીડિયોમાં અક્ષય ઉપરાંત એક્ટ્રેસ કૃતિ કુલ્હારી, તાપસી પન્નુઅને સોનાક્ષી સિન્હા નજર આવે છે. આ તે સમયનો વીડિયો છે જ્યારે અક્ષય તેની ફિલ્મ 'મિશન મંગલ'નાં પ્રમોશન માટે કપિલનાં શોમાં ગયો હતો.
વીડિયોમાં કપિલ કહે છે કે, 'આપનાં માટે એક અફવા ઉડી છે. આપ પાર્ટીઝમાં એટલે નથી જતાં કારણ કે પછી આપને પાર્ટીઝ આપવી પડશે.. શું આ અફવા સાચી છે? આ સાંભળીને અક્ષય કુમાર તુરંત કહે છે.. આ સત્ય છે. આ સાંભળીને સેટ પર હાજર સૌ કોઇ હસવાં લાગે છે. '
આ પહેલી વખત નથી અક્ષય કુમાર પાર્ટીઝમાં ન જવાનું કારણ જણાવી ચુક્યો છે .તેણે આ પહેલાં કરન જોહરનાં શો પર જણાવ્યું હતું કે, 'મને મારી ઉંઘથી ખુબજ પ્રેમ છે અને મને સવારનો સુર્ય જોવો ખુબજ પસંદ છે. જે લોકો મને પાર્ટીમાં બોલાવે છે તે જાણે છે. હું જલ્દી જતો રહીશ કારણ કે મને સુવું હોય છે. અને હું જણાવી દઉ કે મને નાઇટ શિફ્ટ જરાં પણ પસંદ નથી.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર