ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની ફિલ્મ્સને લીધે ચર્ચામાં રહે છે. પરંતુ ફિલ્મ્સ પહેલાં તેની ઇમેજ દીલફેંક આશિકની હતી. તેનું નામ બોલિવૂડની કેટલીય અભિનેત્રીઓ સાથે જોડાઇ ચૂક્યું છે. આ દરમિયાન અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
અક્ષય કુમાર જ્યારે પહેલીવાર કરન જોહરના ચેટ શો 'કોફી વિથ કરન'માં આવ્યો હતો, ત્યારે કરને તેને ખૂબ જ રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. અક્ષય કુમારે પણ ખૂબ જ સ્માર્ટલી જવાબ આપ્યા હતા. એ એસિપોડનો ડિલીટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કરન, અક્ષય કુમારને પ્રશ્નો પૂછે છે કે, જો તેણે લગ્ન ન કર્યા હોત તો તે કઇ અભિનેત્રીને ડેટ પર લઇ જવાનું પસંદ કરતો? જે અંગે વિચાર્યા બાદ અક્ષયે કહ્યું હતું કે, ડિમ્પલ કપાડિયા અને આખી રાત તેમની પુત્રી વિશે વાતો કરતો. " isDesktop="true" id="838540" >
અક્ષયનો આ સ્માર્ટ જવાબ સાંભળી કરન જોહર પણ ચોંકી ગયો હતો. જે અંગે કરને અક્ષયના વખાણ કરતાં કહ્યું હતું કે, જરુર આ ટ્રેનિંગ અક્ષયને તેની પત્ની ટ્વિંકલથી મળી હશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર