'Dostana 2' માં કાર્તિક આર્યનનું સ્થાન લેશે અક્ષય કુમાર? કરણ જોહરે આપ્યા સંકેત

તસવીર- Instagram @karanjohar/kartikaaryan/akshaykumar

ફિલ્મ નિર્માતા કરણ જોહરે (Karan johar) એક ઇન્ટરવ્યૂમાં સંકેત આપ્યો છે કે અક્ષય કુમાર (akshay kumar) ફિલ્મ 'દોસ્તાના 2' (Dostana 2)માં એન્ટ્રી કરશે, જોકે તેણે એમ પણ કહ્યું હતું કે તે ફિલ્મના કલાકારોની જાહેરાત બહુ જલદી કરશે.

 • Share this:
  નવી દિલ્હી: ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar)ની 'દોસ્તાના 2' (Dostana 2) તાજેતરના સમયમાં સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક છે. કાર્તિક આર્યન (kartik aaryan)ની પ્રોડક્શન ટીમ સાથે કેટલાક મતભેદ હતા, જેના કારણે તેને ફિલ્મમાંથી બહાર નીકળવું પડ્યું. જ્યારથી કાર્તિક આર્યન ફિલ્મમાંથી બહાર થયો છે ત્યારથી જ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે, જ્હાન્વી કપૂર (Janvi Kapoor) અને લક્ષ્ય લાલવાણી (Luxy Lalvani) સાથે કાસ્ટ કરવા આવતો ચહેરો કોનો હશે. અહેવાલો અનુસાર, ફિલ્મમાં કાર્તિક આર્યનના સ્થાને અક્ષય કુમાર(akshay kumar)નો સંપર્ક કરવામાં આવ્યો છે.

  કરણ જોહરે ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષય કુમારને 'દોસ્તાના 2' માં કાસ્ટ કરવા અંગે સંકેત આપ્યો છે. તેણે કહ્યું કે, હું અત્યારે કંઈ કહી શકતો નથી. અમે ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશું. "

  કરણ જોહરે જ્હાન્વી કપૂર અને લક્ષ્ય લાલવાણીને બદલવાની અફવાઓને પણ ખોટી ગણાવી હતી. તેણે કહ્યું, “તે સાચું નથી. જ્હાનવી અને લક્ષ્ય આ ફિલ્મનો ભાગ છે. 'દોસ્તાના'ની સિક્વલ બનાવવાની જાહેરાત વર્ષ 2019માં કરવામાં આવી હતી. ડિરેક્ટર તરુણ મનસુખાની આ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા.


  પછી 'દોસ્તાના' અભિનેતા જોન અબ્રાહમ અને અભિષેક બચ્ચનને ફરીથી લેવાની ચર્ચા થઈ. તેમાં કેટરિના કૈફની એન્ટ્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જો કે કરણને તે સમયે સ્ક્રિપ્ટ પસંદ નહોતી આવી અને જ્યાં સુધી કંઈક રસપ્રદ સ્કિપ્ટ ન મળે ત્યાં સુધી તેને મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો.

  આ પણ વાંચો: CONFIRM: બિગ બોસ ઓટીટીમાં Wild Card Entry કરશે નિયા શર્મા, લખ્યું - કુછ તુફાની કરતે હૈ

  આ વર્ષે એપ્રિલમાં, ધર્મા પ્રોડક્શન્સે (Dharma Productions) કાર્તિક આર્યનને 'દોસ્તાના 2' માંથી બહાર નીકળવાની જાહેરાત કરી અને એક નિવેદન આપ્યું કે, "વ્યાવસાયિક સંજોગોને કારણે અમે મૌન રહેવાનું નક્કી કર્યું છે, અમે 'દોસ્તાના 2'ને ફરીથી કાસ્ટ કરીશું. તેનું નિર્દેશન કોલિન ડી કુન્હા કરશે. અમે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરીશું. મહેરબાની કરી રાહ જુવો."
  Published by:kuldipsinh barot
  First published: