Home /News /entertainment /Akshay Kumar Hair Stylist: અક્ષય કુમારના હેરડ્રેસરનું નિધન, એક્ટરે શેર કરી ભાવુક પોસ્ટ, કહ્યું- 'વિશ્વાસ નથી થઈ રહ્યો કે હવે તું અમારી વચ્ચે નથી'
Akshay Kumar Hair Stylist: અક્ષય કુમારના હેરડ્રેસરનું નિધન, એક્ટરે શેર કરી ભાવુક પોસ્ટ, કહ્યું- 'વિશ્વાસ નથી થઈ રહ્યો કે હવે તું અમારી વચ્ચે નથી'
અક્ષય કુમારના હેરડ્રેસરનું નિધન
અક્ષય કુમારના હેર સ્ટાઈલિસ્ટ મિલન જાધવ ઉર્ફ મિલાનોનું નિધન થઈ ગયું છે. મિલાનો છેલ્લા 15 વર્ષથી અક્ષય કુમાર માટે કામ કરી રહ્યો હતો. તેના નિધનના સમાચારથી એક્ટર ઘણો દુઃખી છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવાની સાથે પોતાના હેર સ્ટાઈલિશના નિધનના સમાચાર શેર કર્યા છે.
અક્ષય કુમારના હેર સ્ટાઈલિસ્ટ મિલન જાધવ ઉર્ફ મિલાનોનું નિધન થઈ ગયું છે. મિલાનો છેલ્લા 15 વર્ષથી અક્ષય કુમાર માટે કામ કરી રહ્યો હતો. તેના નિધનના સમાચારથી એક્ટર ઘણો દુઃખી છે. અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવાની સાથે પોતાના હેર સ્ટાઈલિશના નિધનના સમાચાર શેર કર્યા છે.
અક્ષય કુમારના હેર સ્ટાઈલિસ્ટનું નિધનઃ
અક્ષય કુમારે પોસ્ટમાં મિલન જાધવને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું- તમે તમારી ફંકી હેર સ્ટાઈલ અને મુસ્કાનની સાથે ભીડથી અલગ હતા. હંમેશાં ધ્યાન રાખ્યું છે કે મારા હેર ખરાબ ન થાય. સેટનું જીવન, મારા હેરસ્ટાઈલિસ્ટ 15 વર્ષથી વધુ સમયથી...મિલન જાધવ. હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું અમને છોડીને જતો રહ્યો છે...હું હંમેશાં યાદ રહીશ મિલાનો ઓમ શાંતિ.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિલાનોના નામથી ઓળખાતો હતો. અક્ષય કુમાર સિવાય તે ઘણા અન્ય સેલિબ્રિટીનો પણ હેરસ્ટાઈલિસ્ટ હતો. સોશિયલ મીડિયા પર કરિના કપૂર અને કિયારા અડવાણીની સાથે પણ તેની તસવીર જોવા મળે છે. 15 વર્ષથી અક્ષય કુમારની સાથે મિલાનો કામ કરી રહ્યો હતો. અક્ષયે પોતાની પોસ્ટમાં કહ્યું કે તે હંમેશાં એ વાતનું સેટ પર ધ્યાન રાખતો હતો કે ફિલ્મના કોઈપણ સીન દરમિયાન અક્ષયના વાળ ખરાબ ન થવા જોઈએ. મિલાનોનું કામ અક્ષય કુમારની સાથે ઘણા અન્ય સ્ટાર્સને પણ પસંદ આવતું હતું.
મિલાનોના નિધનનું કારણ હજી સામે નથી આવ્યું પરંતુ અક્ષય કુમાર તેના જવાથી ઘણો દુઃખી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ 'કઠપુતળી' અત્યારે ઓટીટી પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. તેની અપકમિંગ ફિલ્મ 'રામસેતુ', 'યૌદ્ધા' અને ઓ માય ગોડ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર