Home /News /entertainment /નવા વર્ષની શરૂઆતમાં જ અક્ષય કુમારને મોટો ઝટકો, 'ડબ્બા બંધ' થઇ ગઇ આ ફિલ્મ
નવા વર્ષની શરૂઆતમાં જ અક્ષય કુમારને મોટો ઝટકો, 'ડબ્બા બંધ' થઇ ગઇ આ ફિલ્મ
ખુદ નિર્માતા આનંદ એલ રાયે ફિલ્મને લઇને ઓફિશિયલ અપડેટ આપી
ગુરુવારે એવા રિપોર્ટ મળ્યાં કે ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલા અક્ષય કુમારે જ આ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી છે. હવે ખુદ નિર્માતા આનંદ એલ રાયે ફિલ્મને લઇને ઓફિશિયલ અપડેટ આપી છે.
અક્ષય કુમારની ફિલ્મ 'ગોરખા' લાંબા સમયથી અટકી પડી છે. 2021માં ફિલ્મનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ તે બાદ લાંબા સમય સુધી ફિલ્મને લઇને કોઇ અપડેટ નથી આવી. થોડા થોડા સમયે ફિલ્મ ડબ્બાબંધ થવાની તો ક્યારેક ફિલ્મના પ્રી-પ્રોડક્શનની વાતો સામે આવતી રહી.
તેવામાં ગુરુવારે એવા રિપોર્ટ મળ્યાં કે ફિલ્મમાં લીડ રોલ ભજવી રહેલા અક્ષય કુમારે જ આ ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી છે. હવે ખુદ નિર્માતા આનંદ એલ રાયે ફિલ્મને લઇને ઓફિશિયલ અપડેટ આપી છે.
એક રિપોર્ટ અનુસાર, આનંદ એલ રાયે પુષ્ટિ કરી છે કે હાલ ફિલ્મને સ્થગિત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાંથી અક્ષય કુમારે પુષ્ટિ કરી છે કે ફિલ્મમાંથી અક્ષય કુમાર બહાર નથી થયો. આનંદે કહ્યું, ઘણી ટેક્નીકલ વસ્તુઓ છે જેનુ ધ્યાન રાખવાની જરૂર છે. ફિલ્મના તથ્યો પર પણ કામ કરવાની જરૂર છે. ફિલ્મને પૂરતો સમય આપીશું. અમે કોઇપણ પ્રકારની ઉતાવળ કરવા નથી માગતા.
અક્ષયે નથી છોડી ફિલ્મ
આનંદે 'ગોરખા'માંથી અક્ષય કુમારના બહાર થવાના સમાચારોનું પણ ખંડન કર્યુ. ગુરુવારે સમાચાર સામે આવ્યાં હતાં કે તથ્યોમાં ભૂલોના કારણે ફિલ્મમાંથી અક્ષય કુમાર બહાર થઇ ગયો છે. આનંદે કહ્યું, જો અમે ફિલ્મ બનાવીશું તો અક્ષય તેનો હિસ્સો હશે. જો નહીં બનાવીએ તો અમે કોઇ અન્ય પ્રોજેક્ટ પર કામ કરીશું. તેની પહેલા અક્ષય આનંદ સાથે 'અતરંગી રે' અને 'રક્ષાબંધન'માં કામ કરી ચુક્યો છે.
'ગોરખા' ભારતીય સેનાના ગોરખા રેજિમેંટના અધિકારી ઇયાન કાર્ડોજોની બાયોપિક છે. ઇયાન પૂર્વ ભારતીય સેના અધિકારી છે. તેઓ 1962,65 અને 71માં ભારત-પાક યુદ્ધનો હિસ્સો રહ્યાં હતા. તે એક બટાલિયન અને એક બ્રિગેડની કમાન સંભાળનાર ભારતીય સેનાના પહેલા યુદ્ધ-વિકલાંગ અધિકારી બન્યા.
ભારત-પાક યુદ્ધમાં ઘાયલ થવાના કારણે કાર્ડોજોએ પોતાનો પગ કપાવવો પડ્યો હતો. કાર્ડોજોએ 2005થી 2011 સુધી ભારતીય પુનર્વાસ પરિષદના અધ્યક્ષ રૂપે કામ કર્યુ છે.
તથ્યોને લઇને આશ્વસ્ત થવા માંગે છે નિર્માતા
પહેલા પણ એવા રિપોર્ટ આવ્યા હતાં કે ફિલ્મ શરૂ થતા પહેલા નિર્માતા આશ્વસ્ત થવા માગે છે કે ફિલ્મ હકીકતની વધુ નજીક હોય. તેના માટે પૂરતી તૈયારી કરવામાં માગે છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી સિલ્વર સ્ક્રીન પર જે રીતે યુદ્ધ બતાવવામાં આવ્યું છે, આ ફિલ્મમાં યુદ્ધ બિલકુલ અલગ રીતે દર્શાવવામાં આવશે. નિર્માતા ઇયાનના કિરદારને સિલ્વર સ્ક્રીન પર સારી રીતે દર્શાવી શકે, તેના માટે તે વધુમાં વધુ રિસર્ચ કરવા માગે છે.
જણાવી દઇએ કે જસવંત સિંહ ગિલની બાયોપિક ફિલ્મ 'કેપ્સૂલ ગિલ'નો પણ હિસ્સો છે. ગિલે 1989માં પોતાનો જીવ જોખમમાં મૂકીને કોલસા ખાણના 65 મજૂરોના જીવ બચાવ્યા હતા. અક્ષય 'વેડાત મરાઠે વીર દૌડલે સાત'થી મરાઠી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર