અક્ષય કુમારે બિયર ગ્રિલ્સ સાથે Live ચેટમાં ખોલ્યું રહસ્ય, હું દરરોજ ગૌ મૂત્ર પીવું છું

અક્ષય કુમારે બિયર ગ્રિલ્સ સાથે Live ચેટમાં ખોલ્યું રહસ્ય, હું દરરોજ ગૌ મૂત્ર પીવું છું

અક્ષયની ફિટનેસ બધા માટે એક રહસ્ય છે, અક્ષયે આ ઉંમરમાં પણ પોતાની ફિટનેસ પાછળનું એક રહસ્ય ખોલ્યું છે

 • Share this:
  મુંબઈ :  બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) 53 વર્ષનો થઈ ગયો છે. એક દિવસ પહેલા જ એટલે કે 9 સપ્ટેમ્બરે તેણે પોતાનો બર્થ ડે મનાવ્યો હતો. આ ઉંમરમાં પણ અક્ષયની ફિટનેસ બધા માટે એક રહસ્ય છે. અક્ષયની લાઇફસ્ટાઇલ ઘણી ફિટ છે. અક્ષયે આ ઉંમરમાં પણ પોતાની ફિટનેસ પાછળનું એક રહસ્ય ખોલ્યું છે. અક્ષયે એક લાઇવ ચેટમાં ખુલાસો કર્યો છે કે તે દરરોજ ગૌ મૂત્ર પીવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)પછી અક્ષય જલ્દી જંગલોમાં સફર કરતો જોવા મળશે. અક્ષય બિયર ગ્રિલ્સ (Bear Grylls)સાથે ઇન્ટુ ધ વાઇલ્ડ (Into The Wild)માં જંગલમાં ખતરનાક સ્ટંટ કરતો જોવા મળશે. આ શો ના પ્રીમિયરના એક દિવસ પહેલા અક્ષયે બિયર ગ્રિલ્સ સાથે એક લાઇવ ચેટ કર્યું હતું જેમાં તેણે આ રહસ્ય ખોલ્યું હતું.

  બિયર ગ્રિલ્સે હાલમાં જ અક્ષય કુમાર અને તેની બેલ બોટમની અભિનેત્રી હુમા કુરૈશી સાથે એક ઇંસ્ટાગ્રામ લાઇવ ચેટ સેશન કર્યું હતું. આ ચેટ દરમિયાન અક્ષય અને ગ્રિલ્સે બાંદીપુર નેશનલ પાર્ક અને ટાઇટર રિઝર્વમાં જંગલ વિશેષ એપિસોડમાં શૂટિંગ વિશે વાત કરી હતી.
  View this post on Instagram

  @beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin


  A post shared by Akshay Kumar (@akshaykumar) on


  હુમાએ તેને હાથી પાવ ચાય વિશે પૂછ્યું કે તેણે શો ના પ્રોમામાં દારૂ પીતા જોયો હતો. અક્ષયે ખુલાસો કર્યો કે આ વાસ્તવમાં તેના માટે ઘણી મોટી વાત નથી કારણ કે તે આયુર્વેદિક કારણોથી દરરોજ ગૌ મૂત્ર પીવે છે.
  ગ્રિલ્સે સ્વીકાર કર્યો કે ભલે તે અક્ષય કુમારને વ્યક્તિગત રૂપથી ના ઓળખતો હોય પણ તે જાણે છે કે અક્ષય કોઈ ઇગો વગરનો મજેદાર વ્યક્તિ છે. બિયર અક્ષયની ફિટનેસથી પણ ઘણો પ્રભાવિત થયો હતો.
  Published by:Ashish Goyal
  First published: