Home /News /entertainment /

Akshay Kumar: બોલિવૂડ VS સાઉથ ડિબેટ પર ભડક્યો અક્ષય કુમાર, કહ્યું- સાઉથ કે નોર્થ કહેવાનું બંધ કરો

Akshay Kumar: બોલિવૂડ VS સાઉથ ડિબેટ પર ભડક્યો અક્ષય કુમાર, કહ્યું- સાઉથ કે નોર્થ કહેવાનું બંધ કરો

અક્ષય કુમારે કહ્યું,

Akshay Kumar on Language Debate: અક્ષય કુમારે કહ્યું કે, આજે જે થઇ રહ્યું છે તેવું આઝાદીના સમયે પણ થયું હતું. આ જ વસ્તુ અંગ્રેજોએ કરી હતી. તેમણે સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા, ઇસ્ટ ઇન્ડિયામાં દેશને વહેંચી દીધો હતો

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડના ખેલાડી ગણાતા અક્ષય કુમારે (Akshay Kumar) સાઉથ ફિલ્મોની હિન્દી રીમેકમાં ઘણી વખત કામ કરેલું છે. દરેક ઇન્ડસ્ટ્રીને તે બરાબર સપોર્ટ કરે છે અને તેના ગ્રોથના ભાગીદાર પણ બને છે. આપણે સૌ જાણીએ છીએ બોલીવૂડ અને સાઉથ સિનેમા વચ્ચે વર્ષોથી એક ભેદરેખા (Bollywood VS South Cinema) રાખવામાં આવી છે. પરંતુ હવે અક્ષય કુમારે બોલીવૂડ/ સાઉથની ડિબેટ અંગે (akshay kumar on ongoing language debate) પોતોના મંતવ્યો રજૂ કર્યા છે.

  બોલિવૂડ-સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જંગ

  છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે જંગ જામી છે. બંનેના ફેન્સમાં પણ એક મોટો ભેદ પડી ગયો છે. હિંદી ભાષાને લઇને કિચ્ચા સુદિપે જ્યારે વિવાદિત નિવેદન આપ્યું ત્યારે અજય દેવગને ટ્વિટર પર તેનો જવાબ આપ્યો હતો. ત્યારબાદથી બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે પરસ્પર નિવેદનોની જંગ ચાલી રહી છે. એક બાદ એક કલાકારો આ મુદ્દે પોતાના વિચારો મુકતા સામે આવી રહ્યા છે.

  દેશને વિભાજીત કરવાનું બંધ કરો – અક્ષય

  હવે આ જંગમાં ખેલાડી અક્ષય કુમારે એન્ટ્રી કરી છે. મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અક્ષયે જણાવ્યું કે, હું પરસ્પર ભાગલા પાડતી કોઇ પણ હરકતો અને ઘટનાઓ પર વિશ્વાસ નથી કરતો. દેશના ભાગલાઓ પાડવાનું બંધ કરો. સાઉથ ઇન્ડિયા કે નોર્થ ઇન્ડિયા કહેવાનું બંધ કરો. જો તેઓ કંઇ કહી રહ્યા છે તો તમે શા માટે જવાબ આપો છો? તેઓ શું કહે છે તેની સાથે મારે કોઇ જ લેવાદેવા નથી. હું પર્સનલી માનું છું કે આ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. મારી ઇચ્છા તો એવી જ છે કે તેમની સાથે અમારી ફિલ્મો પણ ચાલે.

  આ પણ વાંચો-OTT પર છવાઇ ગઇ 'The Kashmir Files', ઝી5 પહેલાં અઠવાડિયે જ મળ્યાં લાખો વ્યૂઝ

  અંગ્રેજો જેવું કામ ન કરો – અક્ષય કુમાર

  અક્ષયે આગળ જણાવ્યું કે, આજે જે થઇ રહ્યું છે તેવું આઝાદીના સમયે પણ થયું હતું. આ જ વસ્તુ અંગ્રેજોએ કરી હતી. તેમણે સાઉથ ઇન્ડિયા, નોર્થ ઇન્ડિયા, ઇસ્ટ ઇન્ડિયામાં દેશને વહેંચી દીધો હતો. તેમના જેવું કામ ન કરો. તેઓ શું બોલે છે તેનાથી મને અસર નથી થતી. હું માત્ર મારા વિચારો અને એક્શન પર ધ્યાન આપું છું.

  બંને ઇન્ડસ્ટ્રીના ડિવિઝનની વાત ખોટી

  પોતાની વાતમાં આગળ અક્ષયે જણાવ્યું કે, મને યાદ છે કે, આખી ફિલ્મનું બજેટ 15 લાખ રૂપિયા હતું ત્યારથી હું ફિલ્મોમાં કામ કરૂં છું અને આજે 250થી 400 કરોડમાં ફિલ્મો બની રહી છે. તેમાં તેમનો પણ હાથ છે અને આપણે પણ સામેલ છીએ. લોકોએ સમજવું જોઇએ કે હાલ જે ડિવાઇડ કરવાની વાતો ચાલે છે તે ખૂબ નિરાશાજનક છે. અમને ડિવાઇડ કરવાનું બંધ કરો. તેની પાછળ જરૂર કોઇનો હાથ છે જે ડિવાઇડ કરવા માંગે છે. આપણે તેમનાથી સાવધાન રહેવું જોઇએ.

  રીમેક બનાવવામાં શું વાંધો?

  અક્ષયે અંતે પોતાની વાત પૂર્ણ કરતા કહ્યું કે, ઓહ માય ગોડ મારી હતી અને તેલુગૂમાં પણ ચાલી. રાઉડી રાઠોર તેમની બનાવેલી હતી અને મેં બનાવી અમારી પણ ચાલી. તો સમસ્યા શું છે? રીમેક ક્રિએટ કરવામાં શું વાંધો છે?

  ઉલ્લેખનિય છે કે, અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ જલદી જ રીલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં તે માનુષી છિલ્લર સાથે દેખાશે. આ ઉપરાંત તેઓ ઇમરાન હાશમીની સાથે સેલ્ફીમાં પણ દેખાશે. અક્ષય આ ફિલ્મો સિવાય ગોરખા, ઓએમજી 2, રક્ષા બંધન, મિશન સિંડ્રેલા અને રામ સેતુ જેવી મૂવીઝમાં કામ કરી રહ્યા છે.
  First published:

  Tags: Entertainment, South Industry, અક્ષય કુમાર, બોલીવુડ

  આગામી સમાચાર