Home /News /entertainment /NSA અજીત ડોભાલનાં જીવન પર બનશે ફિલ્મ, અક્ષય કુમાર હશે હિરો

NSA અજીત ડોભાલનાં જીવન પર બનશે ફિલ્મ, અક્ષય કુમાર હશે હિરો

અક્ષય કુમાર હાલમાં દેશભક્તિની ફિલ્મો માટે નિર્માતા નિર્દેશકોની પહેલી પસંદ બની ગયો છે.

અક્ષય કુમાર હાલમાં દેશભક્તિની ફિલ્મો માટે નિર્માતા નિર્દેશકોની પહેલી પસંદ બની ગયો છે.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત એક્ટર ડિરેક્ટરની જોડી એટલે કે અક્ષય કુમાર અને નિરજ પાંડે ફરી એક વખત સાથે કામ કરવા ઝઇ રહ્યાં છે. રિપોર્ટ્સ મુજબ, આ જોડી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજિત ડોભાલનાં જીવન પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. જેમાં અજિત ડોભાલનું કિરદાર અક્ષય કુમાર અદા કરશે. આ ફિલ્મનું ડિરેક્શન નીરજ પાંડે કરશે. આ જોડીએ પહેલાં 'બેબી' અને 'સ્પેસલ 26' જેવી ફિલ્મો બનાવી છે.

    મુંબઇ મિરરની એક રિપોર્ટ અનુસાર અજિત ડોભાલનાં જીવન પર બનનારી આ ફિલ્મમાં તેમનાં જીવનનાં ખાસ બિંદુઓ દર્શાવવામાં આવશે. જોકે, આ ફિલ્મ શરૂ થવામાં હજુ થોડો સમય લાગશે. કારણ કે, અક્ષય કુમાર હાલમાં 'મિશન મંગલ' અને 'સૂર્યવંશી' ને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. જ્યારે તેની પાસે હજુ 'બચ્ચન પાંડે' છે જેનું કામ ચાલુ છે. અને બીજી તરફ નીરજ પાંડે પણ અજય દેવગણ સ્ટાર 'ચાણક્ય' પર કામ કરી રહ્યાં છે. એવામાં બંને ફિલ્મ હસ્તિઓ થોડા સમય બાદ અજીત ડોભાલનાં જીવન પર બનનારી ફિલ્મ પર ફોકસ કરશે.



    'બેબી' અને 'સ્પેશલ 26' જેવી ફિલ્મો બાદ આ નિર્માતાઓ માટે આ જોડી સૌથી વધુ કમાણી કરનારી બની ગઇ છે. ત્યારે કઇ નિર્માતાઓએ બંનેની સાથે લઇ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઇએ કે NSA અજીત ડોભાલે સર્જકલ સ્ટ્રાઇકને લિડ કરી હતી. તેમને ઇન્ડિયન રોબિનહૂડ માનવામાં આવે છે.

    આ પણ વાંચો-કાશ્મીર મુદ્દે પાક. એક્ટ્રેસ માહિરાએ કર્યુ ટ્વિટ- સ્વર્ગ જલ રહ્યાં હૈ, થઇ ટ્રોલ

    આપને માલૂમ ન હોય તો જણાવી દઇએ કે, અજીત ડોભાલે પાકિસ્તાનમાં જાસૂસ તરીકે કામ કર્યુ છે. તેઓ સાત વર્ષ પાકિસ્તાનમાં ભારત તરફથી અંડર કવર જાસૂસ બનીને રહી ચુક્યા છે. તે ત્યાં મુસલમાન બનીને રહેતા હતાં.

    એમ માનવામાં આવે છે કે, તેમણે ભારત પરત ફર્યા બાદ ઘણાં અહમ ઓપરેશનને અંજામ આપ્યો છે. માનવામાં આવે છે કે, ડોભાલે ઉરી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકની રણનીતિ બનાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: NSA, અક્ષય કુમાર, અજીત ડોવાલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन