Home /News /entertainment /

AKSHAY KUMAR: મારી નોકરી ખૂબ જ જોખમી છે, હું 10 લોકો સામે માસ્ક પહેરીને કામ ન કરું શકું

AKSHAY KUMAR: મારી નોકરી ખૂબ જ જોખમી છે, હું 10 લોકો સામે માસ્ક પહેરીને કામ ન કરું શકું

(Photo: Instagram)

હું ભાગ્યશાળી છું કે હું કોરોનાને માત આપી શક્યો. મારી પાસે પૈસા છે, હું ઘરે રહી શકું છું, પરંતુ વર્કર્સનું શું? તેમને જીવનનિર્વાહ માટે પૈસાની જરૂર છે અને પૈસા માટે કામની જરૂરિયાત છે. એમના માટે હું આટલું તો કરી શકું છું. અમે ખૂબ જ નસીબવાળા છીએ કે, શુટીંગ દરમિયાન કોઈને પણ કોરોના થયો નથી.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  કોવિડ-19ની કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાતા સિનેમાઘરો બંધ રાખવાની ફરજ પડી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સિનેમાઘરોમાં એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે, હવે કોવિડ-19ની પરિસ્થિતિમાં સુધારો આવતા નિયમોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આટલા સમય બાદ સિનેમાઘરોમાં સૌથી પહેલા અક્ષયકુમારની ફિલ્મ ‘બેલબોટમ’ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે અક્ષયકુમારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મ જોવા માટે તૈયાર છે. આ ઈન્ટરવ્યૂમાં અક્ષય કુમારે કોવિડના સમયગાળામાં કરેલ શુટીંગ દરમિયાન થયેલ અનુભવ શેર કર્યા છે.

  શું તમે ખુશ છો કે ‘બેલબોટમ’ સિનેમાઘરોમાં રિલીઝ થવા થઈ રહી છે?

  બે વર્ષ થઈ ગયા છે, પરંતુ એક પણ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી. હવે લોકોએ ફિલ્મો જોવા જવું જોઈએ, તેમણે સરકારની માર્ગદર્શિકાનું પણ પાલન કરવું જોઈએ. અમે આશા રાખીએ છીએ કે, સિનેમાઘર ફરીથી બંધ ન થાય. આ એક પ્રકારનું ગેમ્બલિંગ છે અને અમે તે જોખમ ઉઠાવી લીધું છે, ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે.

  શું તમને લાગે છે કે લોકો સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવશે?

  આ એક એવું ક્ષેત્ર છે, જેનો તમે અને હું અંદાજો લગાવી શકતા નથી. હવે શું થશે, તે વિશે ભગવાન જ જાણે છે. આ એક જોખમ છે. મને આશા છે કે, લોકોને ખ્યાલ આવશે કે જ્યારે તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે, ત્યારે તેઓ સ્ક્રીન પર જોઈ રહ્યા છે એક બીજાને નથી જોઈ રહ્યા. સિનેમાઘરમાં ફિલ્મ જોવા માટે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનું હોવાથી ત્યાં ઓછું જોખમ રહેલું છે. નોર્થમાં એક પંજાબી ફિલ્મ રિલીઝ થઈ હતી. તે ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન 11 લાખ હતું. સોમવારથી ફિલ્મના કલેક્શનમાં વધારો થતા, તે 35 લાખ સુધી પહોંચી ગયું છે. હવે લોકો ફિલ્મ જોવા સિનેમાઘરમાં જઈ રહ્યા છે.

  આ પણ વાંચો- Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

  મહારાષ્ટ્રમાં સિનેમાઘરથી સૌથી વધુ રેવન્યૂ પ્રાપ્ત થાય છે, પરંતુ મહારાષ્ટ્રમાં હજુ સુધી સિનેમાઘર બંધ છે. શું આ ચિંતાનું કારણ છે?

  ફિલ્મોની 30 ટકા રેવન્યૂ મહારાષ્ટ્રમાંથી આવે છે. અન્ય રાજ્ય 50 ટકા ઓક્યૂપેન્સી પર કામ કરી રહ્યા છે. જેથી કહી શકાય કે, બાકી રહેલ 70 ટકાની 50 ટકા રેવન્યૂ ગુમાવી દીધી છે. તેમ છતાં, જોખમ ઉઠાવવાનું રહેશે. હું મારી આંગળીને હંમેશા ક્રોસ કરું છું કે, કદાચ ફિલ્મ રિલીઝ થતા પહેલા મહારાષ્ટ્રમાં થોડી છૂટછાટ આપવામાં આવે.

  શું તમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરવાનું કંઈ વિચાર્યું છે?

  મને વિશ્વાસ છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના કાર્ય વિશે ખબર છે. તેઓ આ કોવિડની પરિસ્થિતિમાં ઈચ્છે છે કે, તમામ સાવધાની અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જો હું તેમને સિનેમાઘર ખોલવાની વાત કરું અને કોરોનાના કેસ વધે તો તેના માટે હું દોષી બની શકું છું. મુખ્યમંત્રીને તેમના કાર્ય વિશે ખબર છે અને તમામ બાબતો ખૂબ જ સકારાત્મક છે. મને આશા છે કે, મહારાષ્ટ્રમાં 19 ઓગસ્ટ પહેલા સિનેમાઘરો ખુલી જશે.

  આ પણ વાંચો- શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

  બેલબોટમમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

  જ્યારે અમે શુટીંગ કરી રહ્યા હતા, ત્યારે લગભગ સમગ્ર વિશ્વમાં લોકો ઘરે હતા. કોવિડ-19માં છૂટછાટ આપ્યા બાદ સિનેમાઘરમાં રિલીઝ થનાર આ પહેલી ફિલ્મ છે. મને યાદ છે કે, લંડન જતા પહેલા ક્રૂ અને કાસ્ટના કુલ 225 લોકો હતા. મને ચિંતા હતી કે તેઓ અમને ત્યાં જવાની અનુમતિ નહીં આપે અને યુનાઈટેડ કિંગડમમાં એન્ડ ટાઈમે શુટીંગ માટે ના પાડી દેશે. અમારી ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે તમામ લોકો ખુશ થઈ ગયા હતા. અમને એવું લાગી રહ્યું હતું કે, અમને આઝાદી મળી ગઈ. મને યાદ છે કે, હું ત્યારે હાઉસી રમ્યો હતો અને તે મારી બેસ્ટ મેમરીઝમાંથી એક છે. બેલબોટમમાં મને સૌથી સારો અનુભવ થયો છે અને તે મને હંમેશા યાદ રહેશે.

  લારા દત્તાએ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવીને તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અનેક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું છે કે, આ પાત્ર માટે તમે તેમને કન્વિન્સ કર્યા છે.

  આ પણ વાંચો - શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

  હું લારાને ઘણા સમયથી ઓળખું છું, મને લાગે છે કે તે આ પાત્ર માટે એકદમ બરાબર છે અને તે આ પાત્ર ભજવી શકશે. જ્યારે મેં તેને ફોન કર્યો ત્યારે તેને લાગી રહ્યું હતું કે હું મજાક કરી રહ્યો છું. હું ખરેખર ઈચ્છતો હતો કે તે આ પાત્ર ભજવે. મેં જ્યારે ટ્રેલર જોયું ત્યારે હું ખુદ શોકમાં હતો, અને કોઈ લારાને ઓળખી શક્યું નહોતું. મારી બહેને બે વાર ફિલ્મનું ટ્રેલર જોયું અને તેણે પૂછ્યું કે, “લારા પણ શુટ પર આવી હતી ફિલ્મમાં લારા ક્યાં છે?” ત્યારે મેં કહ્યું કે ઈન્દિરા ગાંધીનું પાત્ર લારા ભજવી રહી છે.

  સોશિયલ મીડિયા પર લારાએ ભજવેલ પાત્રના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે અને સાથે પૂછવામાં આવી રહ્યું છે કે, ઈન્દિરા ગાંધીના પાત્ર માટે કોઈ સીનિયર એક્ટર શા માટે લેવામાં નથી આવી?

  લારા પાત્ર ભજવી રહી છે, એમાં ખોટું શું છે? આ માત્ર એક પાત્ર છે. મને યાદ છે કે, ફિલ્મ બેમિસાલમાં અમિતાભ બચ્ચન અને રાખીએ પતિ પત્નીનું પાત્ર ભજવ્યું હતું. થોડા વર્ષ બાદ ફિલ્મ શક્તિમાં રાખીજીએ તેમની માતાનું પાત્ર ભજવ્યું હતું, બંને ફિલ્મો સુપરહીટ થઈ છે.

  તમે કોવિડના દરમિયાન એકથી વધુ ફિલ્મનું શુટીંગ કર્યું છે. તમને કામના સમયે કોવિડ થવાનું જોખમ ન લાગ્યું ?

  મારું કામ અન્ય લોકોના કામ કરતા વધુ ખતરનાક છે. જે 10 લોકો ડાયલોગ બોલી રહ્યા છે, તેમની સામે હું માસ્ક પહેરીને શુટીંગ ન કરી શકું. કોઈને માસ્ક પહેરવાની પરવાનગી નથી. (હસીને કહે છે) તે મારા પર થૂંકી રહ્યા છે અને હું તેમના પર થૂંકી રહ્યો છું. આ એક ખૂબ જ જોખમકારક બાબત છે, પરંતુ અમારે કામ તો કરવું જ પડશે અને જોખમ લેવું જ પડે છે. અમે અમારું કામ સંપૂર્ણ રીતે બંધ ન કરી શકીએ. દોઢ વર્ષમાં મને પણ એકવાર કોવિડ-19 થયો, હું ભાગ્યશાળી છું કે હું કોરોનાને માત આપી શક્યો. મારી પાસે પૈસા છે, હું ઘરે રહી શકું છું, પરંતુ વર્કર્સનું શું? તેમને જીવનનિર્વાહ માટે પૈસાની જરૂર છે અને પૈસા માટે કામની જરૂરિયાત છે. એમના માટે હું આટલું તો કરી શકું છું. અમે ખૂબ જ નસીબવાળા છીએ કે, શુટીંગ દરમિયાન કોઈને પણ કોરોના થયો નથી.

  આ પણ વાંચો-Taarak Mehta:એક નજરે ઓળખી નહીં શકો જેઠાલાલ, પોપટલાલ અને ભીડેને, જુઓ આ Unseen Photos

  મહામારી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે ફેરફાર થયો તેના વિશે શું કહેશો?

  સ્ટાર પાવર નામની કોઈ વસ્તુ હોતી નથી. ફિલ્મ નિર્માતાઓ પાસે અભિનેતાઓ માટે અનેક ઓપ્શન છે. જો હું ના કહીશ તો કોઈ બીજી વ્યક્તિ આ ફિલ્મ કરી લેશે. જો મારી પાસે કોઈ સારી સ્ક્રિપ્ટ આવે છે, તો હું તરત જ હા કહીં દઉં છુ. અનેક એવા અભિનેતાઓ છે, જેમની પાસે બહું જ કામ છે અને તેઓ કામમાં વ્યસ્ત છે. દર્શકોને જે અભિનેતા પસંદ છે, તેમનો સંપર્ક કરવામાં આવતા તેમની પાસે અત્યારે કોઈ તારીખ નથી.

  આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

  તમારી પાસે હાલમાં 10 પ્રોજેક્ટ છે, તમે કેવી રીતે મેનેજ કરો છો?

  હું એવો અભિનેતા નથી, જેને એક પાત્ર ભજવવામાં ઘણો સમય લાગે. હું એક ફિલ્મ શરૂ કરું છું અને તે ખતમ થાય ત્યાર બાદ બીજો પ્રોજક્ટ હાથમાં લઉં છું. મેં હાલમાં રક્ષાબંધનનું શુટીંગ પૂર્ણ કર્યું છે, હવે સિન્ડ્રેલામાં કામ કરીશ. ત્યાર બાદ રામસેતુના પ્રોજેક્ટ પર કામ શરૂ કરીશ. મને આ પ્રમાણે કામ કરવામાં કોઈ સમસ્યા થતી નથી. હું દિવસમાં આઠ કલાક કામ કરું છું, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હું સૌથી વધુ રજાઓ લઉં છું અને વર્ષમાં 3થી 4 ફિલ્મ કરું છું અને તે રિલીઝ થાય છે. જો તમારુ કામ તમારુ ઝનૂન છે, તો તમને કામ કરવાથી એનર્જી મળે છે.

  આ પણ વાંચો- Sara Ali Khan B'Day Spl: સુશાંત ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું નામ, લાગ્યા હતાં ઘણાં આરોપો

  તમે તમારી સ્ક્રિપ્ટ કેવી રીતે સિલેક્ટ કરો છો?

  આ કઈ રોકેટ સાયન્સ નથી. મેં પહેલા પણ કહ્યું છે, કે મને જે સ્ક્રિપ્ટ પસંદ છે, તે ફિલ્મ હું કરું છું. હું દરેક પાત્ર ભજવીને તેમાંથી આનંદ લઉં છું, મેં ટોયલેટ એક પ્રેમકથા જેવી ફિલ્મ કરી છે અને પેડમેનનું પણ પાત્ર ભજવ્યું છે, જે મહિલાઓના સમર્થનમાં ઊભો છે. મે લક્ષ્મી જેવી ફિલ્મ કરી છે અને હાઉસફૂલ જેવી ફિલ્મોમાં કોમેડી પણ કરું છું. મને બેલબોટમ જેવી ફિલ્મો પસંદ છે, જે દેશના ઈતિહાસને જીવંત કરે છે. મેં એક અભિનેતા તરીકે ક્યારેય પોતાના પર પાબંદીઓ લગાવી નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Akshay Kumar on Covid, Balbottom, Balbottom movie, Entertainment news, News in Gujarati, Shooting, અક્ષય કુમાર, ગુજરાતી ન્યૂઝ, બેલબોટમ, શુટિંગ

  આગામી સમાચાર