અક્ષય કુમારની 'સૂર્યવંશી'નું નવું પોસ્ટર રિલીઝ, ચાહકોને મળ્યું સરપ્રાઈઝ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

'સૂર્યવંશી'નું નવું પોસ્ટર રિલીઝ

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) આ દિવાળી પર સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે.

 • Share this:
  મુંબઈ : અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif)ની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) આ દિવાળી પર સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. ફિલ્મના મેકર્સ ફિલ્મ સાથે જોડાયેલા ફેન્સને એક કરતા વધારે સરપ્રાઈઝ આપી રહ્યા છે. આ દરમિયાન નિર્માતાઓએ ફિલ્મનું વધુ એક ધમાકેદાર પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અક્ષયનો દમદાર લુક જોવા મળી રહ્યો છે. પોસ્ટર સાથે લખવામાં આવ્યું હતું કે, આ દિવાળી તમારા પરિવારને થિયેટરોમાં પરત લાવશે . તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ફિલ્મની રિલીઝ ડેટ (sooryavanshi release date) 2 વખત મોકૂફ કરવામાં આવ્યા બાદ હવે ડાયરેક્ટર રોહિત શેટ્ટી (Rohit Shetty) મોટા પડદા પર ધમાલ મચાવવા જઈ રહ્યા છે. હાલમાં આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

  સૌથી મોટો સ્ટાર અક્ષય કુમાર

  અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક એવો અભિનેતા છે જેની પાસે ફિલ્મોનો સ્ટોક છે અને તે એક સાથે ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કરી રહ્યો છે. તાજેતરમાં, તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને, તેણે કહ્યું કે, તેણે ઉટીમાં તેની આગામી ફિલ્મ રામ સેતુનું શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. તે જ સમયે, તાજેતરમાં તેણે ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, તેણે આગામી ફિલ્મ OMG 2 માટે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.
  તેણે આ ફિલ્મમાંથી તેનો લુક પણ શેર કર્યો છે. પોતાનો લુક શેર કરતા અક્ષય કુમારે લખ્યું – કરતા કરે ના કર સકે શિવ કરે સો હોય.. #OMG2 ને તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓની જરૂર છે. એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપવાનો આ અમારો નમ્ર અને નિષ્ઠાવાન પ્રયાસ છે. આદિયોગીની ઉર્જા આપણી આ યાત્રામાં સાથ આપે. હર હર મહાદેવ.

  આ પણ વાંચોઅનન્યા પાંડે 22 વર્ષની ઉંમરે છે કરોડો રૂપિયાની માલિક, ફિલ્મો માટે લે આટલી લે છે ફી

  સૂર્યવંશી 5000 પ્રિન્ટ સાથે રિલીઝ કરશે

  તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બરે રિલીઝ થશે (sooryavanshi release date). આ ફિલ્મ વિશે ટ્રેડ એનાલિસ્ટ કહે છે કે, આ એક મોટો ધમાકો હશે. એટલું જ નહીં, આ ફિલ્મને હિટ બનાવવા માટે એક જબરદસ્ત પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી દર્શકોને સિનેમાઘરોમાં આવવાની ફરજ પડે. બોલિવૂડ હંગામાના અહેવાલો અનુસાર, આ ફિલ્મ દેશભરમાં 5000 પ્રિન્ટ સાથે રિલીઝ થશે. જણાવી દઈએ કે, આવનારા સમયમાં અક્ષયની અતરંગી રે, પૃથ્વીરાજ, રક્ષાબંધન, બચ્ચન પાંડે, સિન્ડ્રેલા જેવી ફિલ્મો રિલીઝ થશે.
  Published by:kiran mehta
  First published: