અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં થયો એડમિટ

અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં થયો એડમિટ
અક્ષય કુમાર હોસ્પિટલાઇઝ

ગત રવિવારે જ અક્ષય કુમાર (Akshay Kumar)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેણે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને તેનાં ઉત્તમ ઇલાજ માટે તે સેન્ટ્રલ મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે. ગત સાંજે 5 વાગ્યે તે હોસ્પિટલાઇઝ થયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આખા દેશમાં કોરોના વાયરસ (CoronaVirus)નો કહેર વર્સી રહ્યો છે. કોરોનાની બીજી વેવથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કોરોનાનો પ્રભાવ વધ્યો છે. મોટાભાગનાં બોલિવૂડ સીતારા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર માધવન, પરેશ રાવલ, આમીર ખાન, આલિયા ભટ્ટ, ગોવિંદા અને અક્ષય કુમાર (Akshay Kumar) કોરોનાની ચપેટમાં આવ્યો છે અને હવે તેને હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય કર્યો છે.

  ગત રવિવારે સવારે અક્ષય કુમારે ટ્વિટ કરીને જાહેરાત કરી કે તે કોરોના પોઝિટિવ છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેણે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને તેનાં ઉત્તમ ઇલાજ માટે તે સેન્ટ્રલ મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે. ગત સાંજે 5 વાગ્યે તે હોસ્પિટલાઇઝ થયો છે. અક્ષય કુમારે (Akshay Kumar)એ ગત રવિવારે તેનાં કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. અને ટ્વિટ કરી હતી.  અક્ષય કુમારે તેની ટ્વિટમાં લખ્યું હતું કે, 'હું આપ સૌને જાણકારી આપવાં ઇચ્છુ છુ કે, આજ સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી મે પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે. હું ઘરે જ ક્વૉરન્ટિન છું. તમામ જરૂરી મેડિકલ કેર લઇ રહ્યો છું. હું નિવેદન કરું છુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ તેમનો ટેસ્ટ કરાવી લે. અને પોતાનું ધ્યાન રાખે. જલ્દી જ એક્શનમાં પરત આવીશ.'
  Published by:Margi Pandya
  First published:April 05, 2021, 09:39 am