બેર ગ્રિલ્સની સાથે જંગલમાં ખતરનાક સફર પર અક્ષય કુમાર, મોશન પોસ્ટર રિલીઝ

અક્ષય કુમાર મેન vs વાઇલ્ડમાં બેર ગ્રિલ્સ સાથે

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) ટૂંક સમયમાં જ તેનાં ખાસ અંદાજથી લોકોનું દિલ જતવા આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને સુપર સ્ટાર રજનીકાંત (Rajmikanth) બાદ હવે, અક્ષય કુમાર જંગલનાં સફર પર જતાં નજર આવશે. અક્ષય કુમાર ટૂંક સમયમાં જ બેર ગ્રિલ્સ (Bear Grylls)ની સાથે ઇન ટૂ ધ વાઇલ્ડ (Into the Wild)નો ભાગ હશે. આવનારા એપિસોડમાં અક્ષય કુમાર બેર ગ્રિલ્સની સાથે જંગલનાં ખતરનાક સફરમાં નજર આવશે. જેની માહિતી ખુદ અક્ષય કુમારે આપી હતી.

  અક્ષય કુમારે તેનાં એપિસોડનું મોશન પોસ્ટર તેનાં સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. આ પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે,'આપ વિચારી રહ્યાં છો કે હું પાગલ છુ.. પણ હું ફક્ત જંગલમાં જવા માટે પાગલ છું..' #IntoTheWildWithBearGrylls. અક્ષય કુમારે શેર કરેલાં 20 સેકેન્ડાં વીડિયોમાં તે ખતરનાક સ્ટંટ કરતો નજર આવે છે.
  વીડિયોમાં અક્ષય કુમાર અને બેર ગ્રિલ્સ નદીની વચ્ચોવચ્ચ નજર આવે છે તો વૃક્ષની ડાળી પર લટકતાં નજર આવે છે. આ શો 11 સ્પટેમ્બરે રાત્રે 8 વાગ્યે ડિસ્કવરી ચેનલ પર દર્શાવવામાં આવશે. આ શોની શૂટિંગની કેટલીક તસવીરો જાન્યુઆરી મહિનામાં સામે આવી હતી. આપને જણાવી દઇએ કે, બેર ગ્રિલ્સે આ એપિસોડનાં શૂટિંગ માટે ભારતનાં જંગલો પસંદ કર્યા હતાં.

  આ પણ  વાંચો- સોનૂ સૂદની મદદથી 58 પ્રવાસી મજૂરોને મળી નોકરી, એક્ટરે કહ્યું- દિલ લગાવીને કામ કરજો
  આ પણ વાંચો- સુશાંત સિંહ રાજપૂત કેસ, જાણો 14 જૂનથી અત્યાર સુધી શું શું થયું?


  કર્ણાટકનાં બાંદીપુર ટાઇગર રિઝર્વમાં અક્ષય કુમાર અને બેર ગ્રિલ્સે શૂટિંગ કર્યુ હતું જ્યાં જંગલી સફર કેટલો ખતરનાક છે, તેની ઝલક તમે ટીઝરમાં સ્પષ્ટ જોઇ શકો છો. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉથ સુપર સ્ટાર બેર ગ્રિલ્સે આ સુપરહિટ શોનો હિસ્સો હતાં. જે એપિસોડ પણ ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં.
  Published by:Margi Pandya
  First published: