Home /News /entertainment /

18 કલાકમાં 55 લાખ લોકોએ જોયુ 'કેસરી'નું સોન્ગ 'તેરી મિટ્ટી'

18 કલાકમાં 55 લાખ લોકોએ જોયુ 'કેસરી'નું સોન્ગ 'તેરી મિટ્ટી'

અક્ષયકુમારની ફિલ્મ 21 મી માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

અક્ષયકુમારની ફિલ્મ 21 મી માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

    અક્ષયકુમારની આગામી ફિલ્મ 'કેસરી' નું એક બીજું નવું સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 21 માર્ચનાં  રોજ રિલીઝ થશે. આ સોંગ દેશને પ્રેમ કરનારા અને તેના પર પ્રાણને બલિદાન આપનારા જવાનો માટે એક શ્રદ્ધાંજલિના રુપમાં છે. ખાસ વાત તો એ છે કે સોન્ગને રિલીઝ થયે 18 કલાક થઇ ગયા છે અને અઢાર કલાકની અંદર 55 લાખથી વધુ લોકો કેસરીનું આ સોન્ગ જોઇ ચુક્યા છે.

    'તેરી મિટ્ટી' સોંગ થયું રિલીઝ

    અક્ષય કુમારનુી ફિલ્મ કેસરીનું નવું સોંગ "તેરી મિટ્ટી" રજૂ કરવામાં આવ્યું છે. આ સોંગ દેશભક્તિની લાગણીઓથી પ્રેરિત છે. આ સોંગ સંગીત ખૂબ જ શાનદારછે અને તેના શબ્દો પણ ખૂબ જ સારા છે. આ સોંગ મનોજ મુતાશિર દ્વારા લખાયેલું છે અને આર્કોએ કંપોઝ કર્યું છે. આ સોંગમાં બી. પ્રાકના સુર છે. એવું લાગે છે કે આ ગીત દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું છે.



    ફિલ્મ 21 મી માર્ચના રોજ થશે રિલીઝ

    અક્ષયકુમારની ફિલ્મ 21 મી માર્ચના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની વિરુદ્ધ પરિણીતી ચોપડા જોવા મળશે. આ ફિલ્મની કહાની સરાગઢી યુદ્ધ પર આધારિત છે, જેમાં શીખ રેજિમેન્ટના 21 સૈનિકોએ 10 000 અફઘાનોને કાપી નાખ્યા હતા. અક્ષય કુમાર આ ફિલ્મમાં ઇશર સિંહના પાત્રમાં જોવામાં આવશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Kesari, Parineeti chora, Teri mitti, અક્ષય કુમાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन