Home /News /entertainment /Bell Bottom: થ્રિલ એક્સ્પીરિયન્સ માટે તૈયાર થઈ જાવ, 3Dમાં રિલીઝ થશે અક્ષય કુમારની આ ફિલ્મ

Bell Bottom: થ્રિલ એક્સ્પીરિયન્સ માટે તૈયાર થઈ જાવ, 3Dમાં રિલીઝ થશે અક્ષય કુમારની આ ફિલ્મ

Photo- Instagram

ફિલ્મ ‘બેલ બોટમ’ 3Dમાં રિલીઝ થઈ શકે છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે.

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બેલ બોટમ’ (Bell Bottom) મે મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાને કારણે અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મની ડેટ પણ આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મ 19 ઓગસ્ટ 2021 (Bell Bottom Release Date)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અમે તમને જણાવ્યું હતું કે ફિલ્મ ‘બેલ બોટમ’ 3Dમાં રિલીઝ થઈ શકે છે. બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ 3Dમાં રિલીઝ થશે.








View this post on Instagram






A post shared by Akshay Kumar (@akshaykumar)






અક્ષય કુમાર (Akshay Kumar Video) આ વાત શેર કરતા સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતા અક્ષય કુમારે લખ્યું છે કે, ‘19 ઓગસ્ટના રોજ થ્રિલ એક્સપીરિયન્સ માટે તૈયાર થઈ જાવ, ફિલ્મ બેલ બોટમ 3Dમાં આવી રહી છે.’ અગાઉ સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે, નિર્માતાઓ ઈચ્છે છે કે દર્શકો થિયેટરમાં ફિલ્મ જોવા આવે ત્યારે તેમનો અનેકગણો ઉત્સાહ જોવા મળે. આ કારણોસર ફિલ્મ મેકર્સ ટેકનિકના તબક્કાઓ પર ખૂબ જ કામ કરી રહ્યા છે. ફિલ્મના વિઝ્યુઅલથી લઈને સાઉન્ડ ઈફેક્ટ્સ અને બેક ગ્રાઉન્ડ સ્કોરને ડોલ્બી સાઉન્ડમાં 3D વર્ઝન અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે.








View this post on Instagram






A post shared by Akshay Kumar (@akshaykumar)






અભિનેતા અક્ષય કુમારે બેલબોટમ ફિલ્મનું શુટિંગ 35 દિવસમાં પૂર્ણ કરી લીધું હતું. ફિલ્મના શુટિંગ માટે તેઓ યુનાઈટેડ કિંગડમ ગયા હતા. ફિલ્મની શરૂઆતથી લઈને ફિલ્મના અંત સુધીનું શુટિંગ 35 દિવસમાં પૂર્ણ કરી લીધું હતું. આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન રંજીત એમ તિવારીએ કર્યુંએ કર્યું છે, જેનું શુટિંગ સ્કોટલેન્ડમાં લંડનમાં કરવામાં આવ્યું છે. વર્ષ 1980ના સમય પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમાર રૉ એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પાત્રમાં અક્ષય કુમાર ખૂબ જ દમદાર અંદાજમાં છે.

અક્ષય કુમારના ફેન્સ આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થિયેટર ખૂબ જ સમય બાદ ખુલી રહ્યા છે અને ત્યારબાદ આ પહેલી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.
First published:

Tags: Bell Bottom, Bell Bottom 3D Release, Bell Bottom Release, Bell Bottom Release Date, Entertainment news, Gujarati news, News in Gujarati, અક્ષય કુમાર, બેલ બોટમ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો