એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખિલાડી અક્ષય કુમાર હાલમાં ચર્ચામાં છે. જ્યાં હાલમાં તેને PM મોદીનો નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂ કર્યો તો બીજી તરફ લોકસભા ચૂંટણી 2019માં મુંબઇમાં વોટ ન આપવાને કારણે તે સોશિયલ મીડિયા પર ઘણો જ ટ્રોલ થયો હતો. જેને કારણે તેને સ્પષ્ટતા આપવી પડી હતી કે તેની પાસે કેનેડિયન પાસપોર્ટ છે. અને તે છેલ્લા 7 વર્ષમાં કેનેડા ગયો નથી. તે ભારતમાં રહે છે અને પોતાનો ટેક્સ પણ ચુકવે છે. જોકે તેની આ વાતથી લોકો સંતુષ્ટ ન હતાં.
હાલમાં અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ છે આ પોસ્ટર ઇન્ટરનેટ પર છવાઇ ગયુ છે. અક્ષયે આગામી ફિલ્મનું પોસ્ટર શેર કરતાં લખ્યુ હતું કે, 'Bringing you one bomb of a story, #LaxmmiBomb starring @Advani_Kiara & yours truly! Bursting in cinemas on 5th June,2020'
તો બીજી તરફ અક્ષય કુમાર અને કરિના કપૂરની અપકમિંગ ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે. પહેલાં આ ફિલ્મ સેપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી પણ હવે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.
27 એપ્રિલનાં ટ્વિટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. ફિલ્મ 27 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મની કહાની એક પરણીત યુગલની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને કરિના કપૂર લિડ રોલમાં છે તે ઉપરાંત દિલજીત દોસાંજ અને કિઆરા અડવાણીનો પણ મહત્વનો રોલ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર