ડાબર ચ્યવનપ્રાશની એડ કરનાર અક્ષય કુમાર જ નથી વાપરતા આ પ્રોડક્ટ? Corona થવા પર થયો ટ્રોલ

ડાબર ચ્યવનપ્રાશની એડ કરનાર અક્ષય કુમાર જ નથી વાપરતા આ પ્રોડક્ટ? Corona થવા પર થયો ટ્રોલ
અક્ષય કુમાર ડિસેમ્બર 2020થી ડાબર ચ્યવનપ્રાશના બ્રાન્ડ એમ્બેસેડર

એક તરફ અન્ય સ્ટાર્સ કોરોનથી જલ્દી સાજા થાય એ માટે પ્રાર્થના કરાઈ રહી છે, જ્યારે અક્ષય કુમારને લોકો ટ્રોલ કરી રહ્યા છે. કારણ કે અક્ષય કુમાર ડિસેમ્બર 2020થી ડાબર ચ્યવનપ્રાશના બ્રાન્ડ એમ્બેસેડર છે

  • Share this:
નવી દિલ્હી : બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર તાજેતરમાં જ કોરોનથી સંક્રમિત થયા છે અને આ અંગે તેમણે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી હતી. જે બાદ સોશ્યલ મીડિયા પર લોકો તેમને અને ડાબર ચ્યવનપ્રાશને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એક તરફ અન્ય સ્ટાર્સ કોરોનથી જલ્દી સાજા થાય એ માટે પ્રાર્થના કરાઈ રહી છે, જ્યારે અક્ષય કુમારને લોકો ટ્રોલ કરી રહ્યા છે. કારણ કે અક્ષય કુમાર ડિસેમ્બર 2020થી ડાબર ચ્યવનપ્રાશના બ્રાન્ડ એમ્બેસેડર છે.

જાણો એડવર્ટાઈઝમેન્ટમાં શું કહે છે અક્કીડાબર ચ્યવનપ્રાશની એડવર્ટાઈઝમેન્ટમાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમાર દાવો કરે છે કે આ ચ્યવનપ્રાશ શરીરમાં કોરોના સામે લડે છે અને ઇમ્યુનીટી વધારે છે. અક્ષય વધુમાં કહે છે કે, રોજ 2 ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી ઇમ્યુનીટી વધે છે અને તે કોરોના સામે રક્ષણ પ્રદાન કરે છે. જેને લઈને અક્ષય કુમાર અને ડાબર ચ્યવનપ્રાશની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે.

આ પણ વાંચોઅક્ષય કુમારના ગીત પર ભોજપુરી ક્વીન પ્રાચી સિંઘનો બોલ્ડ ડાન્સ વાયરલ, જુઓ Video

અક્ષય કુમારનો દાવો ખોટો?

મહત્વનું છે કે, જ્યારે અક્ષય કુમાર ડાબર ચ્યવનપ્રાશના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ડાબર અને હું એકસાથે મળીને દેશના દરેક ઘેર ડાબર ચ્યવનપ્રાશ લઇ જઈશું, જેથી આપણા દેશની ઇમ્યુનીટી મજબૂત થાય અને આપણે દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ.

અક્ષય વાપરે છે આ પ્રોડક્ટ?

અક્ષય કોરોનગ્રસ્ત થયા બાદ સવાલ ઉભો થયો છે કે જો સ્ટાર પ્રોડક્ટના પ્રચાર માટે પૈસા લેતા હોય તો તેનો ઉપયોગ કેમ નથી કરતા? જો અક્ષય કુમાર ડાબર ચ્યવનપ્રશ્નો ઉપયોગ કરે છે તો ડાબર ચ્યવનપ્રાશના દાવા પર સવાલ થવો વ્યાજબી છે. કારણ કે પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર જ કોરોના સંક્રમિત થઇ ગયા છે. તો બીજી તરફ કંપનીનું કહેવું છે કે ક્લિનિકલ સ્ટડી બાદ સાબિત થયું છે કે ડાબર ચ્યવનપ્રાશ કોરોના સામે લડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો - નંબી નારાયણન, એક એવા વૈજ્ઞાનિક જેમને ફસાવાયા હતા ખોટા કેસમાં, હવે માધવને તેમના પર બનાવી ફિલ્મ

અક્ષય કોરોનગ્રસ્ત થયા બાદ સોશ્યલ મીડિયા પર Memeનો વરસાદ થયો છે. યુઝર્સ અક્ષય અને પ્રોડક્ટની મજાક ઉડાવતા કહી રહ્યા છે કે, લાગે છે કે અક્ષય કુમાર આ ચ્યવનપ્રાશ ખાવાનું ભૂલી ગયા છે.
Published by:News18 Gujarati
First published:April 07, 2021, 20:11 pm

ટૉપ ન્યૂઝ