Home /News /entertainment /અક્ષય કુમારે જૂતા પહેરીને ભારતના નક્શા પર પગ મૂક્યો! ભડકેલા લોકોએ કહી દીધો 'દેશદ્રોહી'

અક્ષય કુમારે જૂતા પહેરીને ભારતના નક્શા પર પગ મૂક્યો! ભડકેલા લોકોએ કહી દીધો 'દેશદ્રોહી'

લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર જલ્દી જ નોર્થ અમેરિકાના પ્રવાસે જવાનો છે. ખિલાડી કુમાર ટૂર પર જતા પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફરી એકવાર યુઝર્સ અક્ષયને કેનેડિયન એક્ટર કહી રહ્યા છે. આવો જાણીએ આવું કેમ થઇ રહ્યું છે...

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને પણ અનેકવાર સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના કારણે તે ટ્રોલના નિશાના પર આવી ગયો. ખરેખર, અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ટૂરનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જોવા મળી હતી.

વીડિયોમાં તમામ સ્ટાર્સ ગ્લોબ પર ચાલતા જોવા મળ્યા હતા. હવે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ મૂક્યો છે. આ કારણે એક્ટરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :  સિદ્ધાર્થ -કિયારાની હલ્દી સેરેમનીનો પહેલો વીડિયો થઇ ગયો લીક, દુલ્હનની જેમ શણગારાયો સૂર્યગઢ પેલેસ



આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, 'ધ એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ દેશી એન્ટરટેઇનમેન્ટ લાવવા માટે તૈયાર છે. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, એન્ટરટેઈનર્સ અક્ષય કુમારના ઈન્ટરનેશનલ ટૂરનું નામ છે.

આ પણ વાંચો :  'સુધરી જાઓ નહીંતર ઘરમાં ઘૂસીને મારીશ,' કંગના રનૌતે રણબીર કપૂર-આલિયા ભટ્ટને ખુલ્લેઆમ આપી ધમકી

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું, 'કેનેડિયન એક્ટર ભારતના નકશા પર ચાલી રહ્યો છે. આ ભારતીયોનું અપમાન છે. તમારે આ શરમજનક હરકત માટે 150 કરોડ ભારતીયોની માફી માંગવી જોઈએ.

કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, 'ભાઈ, થોડું સન્માન કરો, અમારા ભારતનું.' લોકો ટ્વિટર પર અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે અક્ષય કુમારને કેનેડિયન કુમાર પણ કહ્યા છે. જણાવી દઈએ કે અક્ષયને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. એક્ટરે ઘણી વખત કહ્યું છે કે તે દિલથી ભારતીય છે.



બીજી તરફ અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો વર્ષ 2022 તેના માટે કંઈ ખાસ ન હતું. હવે તે જલ્દી જ ફેન્સ માટે ફિલ્મ સેલ્ફી લઈને આવી રહ્યો છે. જે 24 ફેબ્રુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં જોવા મળશે. હાલમાં ફેન્સ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
First published:

Tags: Akshay Kumar News, Bollywood actor, Bollywood Latest News, Trolled