એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) દેશનાં હિતમાં હમેશાં પોતાનું યોગદાન આતો નજર આવે છે. પછી તે કંઇપણ પરિસ્થિતિ કેમ ન હોય. હાલમાં અક્ષય કુમારે (Akshay Kumar) અયોધ્યા માં બની રહેલા રામમંદિર (Ram Mandir Nirman) માટે તેનું યોગદાન આપ્યું છે. અક્ષય કુમારે એક વીડિયો તેનાં ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર શેર કર્યો ચે જેમાં તે એક વાર્તા કહેતો સંભળાય છે.
તે કહે છે કે, 'કાલે રાત્રે હું મારી દીકરીને એક કહાની સંભળાવી રહ્યો હતો. આપ સાંભળશો? એક તરફ વાનરોની સેના હતી અને બીજી તરફ હતી લંગા અને બંને વચ્ચે મહાસાગર. વાનર સેના મોટા પત્થરોને ઉઠાવી સમુંદરમાં નાખતી હતી. રામસેતુનાં નિર્માણ કરતાં સીતા મૈયાને પરત જો લાવવાનાં હતાં. પ્રભુ શ્રી રામ કિનારે ઉભા ઉભા બધુ જ જોતા હતાં. ત્યારે તેમની નજર એક ખિસકોલી પર પડી.'
'આ ખિસકોલી પાણીમાં જતી અને પાછી કિનારે આવતી, રેતીમાં આળસ લેતી.. પછી રામસેતુનાં પત્થરો તરફ ભાગતી. ફરી પાણીમાં જતી અને પાછી રેતીમાં આળોટતી.. પછી પત્થરો પર જતી.. રામજીને આશ્ચર્ય થયુ કે આ શું કરી રહી છે.. તેઓ ખિસકોલી પાસે ગયા અને તેને પુછ્યું તે શું કરે છે ત્યારે ખિસકોલીએ જવાબ આપ્યો કે, હું મારું શરીર ભીનું કરું છું.. તેનાં પર રેતી લપેટું છું અને પત્થરની વચ્ચે જે તિરાડ છે તે ભરુ છું. રામસેતુનાં નિર્માણ માટે આ મારું નાનકડું યોગદાન છે. '
અક્ષય કુમારે તેનાં વીડિયોનાં કેપ્શનમાં લખ્યું છે કે, 'ખુબજ ખુશીની વતા છે કે, અયોધ્યામાં આપણાં શ્રી રામનાં ભવ્ય મંદિર નિર્માણ શરૂ થઇ ગયુ છે. હવે યોગદાનની વારી આપણી છે. મે શરૂઆત કરી દીધી છે. આશા છે આપ પણ જોડાશો. જય સિયારામ.'
Published by:Margi Pandya
First published:January 18, 2021, 12:08 pm