અક્ષય કુમારની TWITTER પર સ્પષ્ટતા નથી જોડાઇ રહ્યો કોઇ પાર્ટીમાં

અક્ષય કુમારની સ્પષ્ટતા, હું રાજકારણમાં નથી જોડાઇ રહ્યો

અક્ષય કુમારની સ્પષ્ટતા, હું રાજકારણમાં નથી જોડાઇ રહ્યો

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અક્ષય કુમારે ટ્વિટર પર બીજી ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી દીધી છે. આપ સૌનો મારી ટ્વિટમાં રસ દાખવવા બદલ આભાર પણ આપને જણાવવા માંગું છું કે હું રાજકારણમાં નથી ઝંપલાવી રહ્યો..

  પહેલી ટ્વિટ સમયે હતી આવી અફવા
  અક્ષય કુમારનો ઝુકાવ ભાજપનાં સમર્થનમાં હમેશાં રહ્યો છે અને અક્ષય કુમારે કરેલી ટ્વિટથી મીડિયામાં એવી હલચલ મચી ગઇ હતી કે તે ભાજપ પક્ષ તરફથી ગુરદાસપુરથી ચૂંટણી લઢી શકે છે. જોકે બાદમાં અક્ષય કુમારે સ્પષ્ટતા કરી દીધી છે.

  અક્ષય કુમારે કરેલી બીજી ટ્વિટ  અક્ષય કુમારની ટ્વિટ છે કે, એક અજાણી અને ક્યારેય ન વિચારેલા કામમાં ઝંપલાવી રહ્યો છું. એવું કંઇક કરવાં જઇ રહ્યો છું જે આ પહેલાં ક્યારેય નથી કર્યું. ઉત્સાહિત અને ગભરાયેલો બંને છું. વધુ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો.  આપને જણાવી દઇએ કે આ પહેલાં અક્ષય કુમાર માટે એવી વાતો પણ છે કે, અક્ષય કુમાર પાસે કેનેડાનું નાગરિકત્વ અને તે ભારતમાં મતદાનનો હક ધરાવતો નથી તેમજ તે અહીં ચૂંટણી પણ ન લડી શકે. અક્ષય કુમારની આ ટ્વિટ પાછળ ખરેખરમાં શું નવી માહિતી છે તે હજુ સુધી સ્પષ્ટ થયુ નથી.

  આ પણ વાંચો-ધાબા પર KISS કરતી જોવા મળી દીપિકા પાદુકોણ,'છપાક'નો સીન VIRAL
  -અક્ષય કુમારની 'સૂર્યવંશી'ની હિરોઇન થઇ નક્કી, ફરી જમાવશે કેટરિના સાથે જોડી
  -અક્ષય કુમારની પત્નીએ કેજરીવાલ સપોર્ટર્સની ઉડાવી મજાક, વાયરલ
  Published by:Margi Pandya
  First published: