Akshay Kumar: 'બેલ બોટમ' જોઇ ગદગદ થયા ફેન્સ, બોલ્યા- 'તમે તો છવાઇ ગયા ભાઇ, LOVE YOU'

PHOTO-akshaykumar/Instagram

અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બોટમ' (Bell Bottom) બિગ સ્ક્રિન પર આજે રિલીઝ થઇ ગઇ છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે આ પહેલી એવી ફિલ્મ છે, જે બિગ સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ મૂવી લોકોને ખાસ પસંદ આવી રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખેલાડી અક્ષ કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બટમ' (Bell Bottom) થિએટર્સમાં આજે રિલીઝ થઇ ચૂકી છે. કોરોના વાયરસની વચ્ચે આ પહેલી એવી ફિલ્મ છે જે મોટા પડદે રિલીઝ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સવારથી જ અક્ષય કુમારની આ ફિલ્મ અંગે ચર્ચા છે. યૂઝર્સને તે પસંદ આવી રહી છે અને લોકો સતત પોસ્ટ કરી અક્ષય કુમારનાં વખાણ કરી રહ્યાં છે.

    આ પણ વાંચો-મુંબઈમાં સેક્સટોર્શન રેકેટનો થયો પર્દાફાશ: ડિમાન્ડ પર હતા સ્ટાર્સના ન્યૂડ વિડીયો



    'બેલ બોટમ' સિનેમાઘરમાં રિલીઝ થયા બાદ ટ્વિટર પર #BellBottomInCinemas ટ્રેન્ડ કરી રહ્યું છે. એક યૂઝરે લખ્યું છે, 'બેલ બોટમ (Bell BOttom)' સિનેમાઘરમાં આજે રિલીઝ થઇ ગઇ છે. એક યૂઝરે લખ્યું, 'થેન્ક યૂ માય લવ, અક્ષય કુમાર સિનેમાઘરને ફરીથી ખોલવા માટે.. મોટા પડદે તમને જોઇને ભાવૂક થઇ રહ્યો છું. અને મારા રુવડાં ઉભા થઇ રહ્યાં છે. આપનાં આમ થયું. #BellBottomInCinemas' તો અન્ય એક યૂઝરે લખ્યું, 'સારી ફિલ્મ આવી છે, સારી કહાની છે. અક્ષય કુમારજીની ફિલ્મો હમેશા સારી હોય છે. #BellBottoomInCinemas ' જુઓ ટ્વિટ્સ



    આ ફિલ્મની કહાની 1984માં આવેલી એક હાઇજેકિંગની ઘટનાઓ પર ફિલ્મ બની છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત આદિલ હુસૈન, હુમા કુરૈશી, લારા દત્તા અને વાણી કપૂર જેવાં સ્ટાર્સ શામેલ છે. 'બેલ બોટમ'ની સાથે અક્ષય કુમાર તેનાં ચિર- પરિચિત અંદાજમાં નજર આવી રહ્યો છે. જેકી ભગનાની અને નિખિલ અડવાણીનાં પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ ફિલ્મ 1600થી વધુ સ્ક્રિન્સ પર રિલીઝ થઇ છે. જેમાં વિદેશમાં 225 સ્ક્રિન્સથી વધુ પર રિલીઝ કરવાં આવી છે. આ ફિલ્મ યૂએસમાં 75 સ્ક્રીન્સ, યૂકેમાં 50થી વધુ અને કેનેડામાં 25થી વધુ ફિલ્મ રિલીઝ થઇ છે

    આ પણ વાંચો- Bell Bottom: જોવા મળ્યું ઇન્દિરા ગાંધીનું રિઅલ કેરેક્ટર, કોઇ જ તોડ નથી- ડિરેક્ટર
    આ પણ વાંચો- લીઝા હેડનથી માંડી નેહા ધૂપિયા સુધી, જ્યારે હસિનાઓએ શેર કરી 'બ્રેસ્ટફીડિંગ' PHOTOS અને મચી ગઇ બબાલ


    આપને જણાવી દઇએ કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર એક  રો એજન્ટની ભૂમિકા અદા કરી રહ્યો છે. એક હાઇજેક પ્લેનમાં 200 લોકોને બચાવવાનું કામ કરે છે. ફિલ્મમાં લારા દત્તા ઇન્દિરા ગાંધીનું પાત્ર અદા કરતી નજર આવે છે. તેનાં મેકઅપને કારણે તેને ઓળખવી મુશ્કેલ છે. ફિલ્મમાં આ ઉપરાંત હુમા કુરેશી, વાણી કપૂર અને આદિલ હુસૈન જેવાં કલાકારોએ તેમનું શ્રેષ્ઠ કામ આપ્યું છે.
    Published by:Margi Pandya
    First published: