BellBottom: અક્ષય કુમારને મોટો ઝાટકો, રિલીઝનાં કલાકોમાં જ HDમાં લીક થઇ ગઇ 'બેલ બોટમ'

અક્ષયની બેલ બોટમ ઓનલાઇન લીક થઇ ગઇ

અક્ષય કુમાર (Akshay Kumar)ની આ મલ્ટી સ્ટાર ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) જેમાં લારા દત્તા (Lara Duta), વાણી કપૂર (Vani Kapoor) અને હુમા કુરૈશી (Huma Qureshi) પણ છે. ઓનલાઇન લીક થઇ ગઇ છે. અક્ષય કુમાર-લારા દત્તા સ્ટાર બેલ બોટમ ઇન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ માટે અવેલેબલ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બોટમ (Bell Bottom)' મોટા પડદે રિલીઝ થઇ ગઇ છે. જેને દર્શકો ખુબજ પસંદ કરી ર્હયાં છે. કોરોના વાયરસ મહામારી (Covid 19)ની વચ્ચે આ પહેલી ફિલ્મ છે જે થિએટરમાં રિલીઝ થઇ છે. આ ફિલ્મ માટે અક્ષય કુમારનાં ચારેય તરફ વખાણ થઇ રહ્યાં છે પણ આ વચ્ચે ફિલ્મ અંગે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ફિલ્મ બેલ બોટમ રિલીઝનાં ગણતરીનાં કલાકોમાં જ ઓનલાઇન લિક (Bell Bottom Online Leaked) થઇ ગઇ છે.

    આ પણ વાંચો-સેક્સ માણવાથી મને તાકાત મળે છે, 3 ગોલ્ડ જીતનારી એથલેટનો દાવો

    અક્ષય કુમારની આ મલ્ટી સ્ટાર ફિલ્મ જેમાં  લારા દત્તા (Lara Duta), વાણી કપૂર (Vani Kapoor) અને હુમા કુરૈશી (Huma Qureshi) પણ છે તે ઓનલાઇન લીક થઇ ગઇ છે. એક એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ મુજબ, અક્ષય કુમાર-લારા દત્તા સ્ટાર 'બેલ બોટમ' ઇન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ થઇ રહી છે. તે પણ HD પ્રિન્ટમાં. તમિલ રોકર્સ, ફિલ્મી રેપ, સહિત અન્ય પાઇરેટેડ સાઇટ્સ પર 'બેલ બોટમ' ઓનલાઇન લિક થઇ ગઇ છે.








    View this post on Instagram






    A post shared by Akshay Kumar (@akshaykumar)






    'બેલ બોટમ'ને દર્શકો અને સમીક્ષકોનાં પોઝિટિવ રિવ્યૂ મળ્યાં છે. કોરોના વાયરસની વચ્ચે મેકર્સે ફિલ્મને સિનેમાઘરમાં રિલીઝ કરવાનું રિસ્ક ઉઠાવ્યું છે. તો દર્શકો પણ અક્ષય કુમારની ફિલ્મ જોઇને ખુશ થઇ ગયા છે. મુશ્કેલ સમય વચ્ચે ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવા પર મેકર્સનાં નિર્ણયને ઘણા બધા સેલિબ્રિટીઝે વખાણ્યો છે.

    આ પણ વાંચો- અંતરા મારવાહનો ખોળો ભરાયો, આખું કપૂર 'ખાનદાન' જોવા મળ્યું સાથે, જુઓ પરિવારની ખાસ તસવીરો
    આ પણ વાંચો-'ડાન્સ દીવાને 3' એવું તે શું થયું કે, ભારતી સિંઘ અને માધુરી દીક્ષિત આમ રડી પડ્યાં..


    કંગના રનૌટથી લઇ રિતેશ દેશખમુખ અને અજય દેવગણ જેવાં સ્ટાર્સે 'બેલ બોટમ'ને સિનેમાઘરમાં રિલીઝ કરી મેકર્સનાં નિર્ણયનાં વખાણ કર્યાં છે. આપને જણાવી દઇએ કે, હાલમાં જ અક્ષય કુમારે 'બેલ બોટમ'ની સિક્વલ તરફ ઇશારો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'જે પ્રમાણે ફિલ્મ પૂર્ણ થાય છે.. તેમાં સીક્વલની આશા છે. જો મેકર્સ સારી સ્ક્રિપ્ટ લઇને આવશે તો, કામ કરવામાં આવી શકે છે.'
    Published by:Margi Pandya
    First published: