અક્ષય કુમાર સેલ્ફી લેવાં આવી ફેન સાથે થયો RUDE! યૂઝર્સે કહ્યું- આટલો એટીટ્યૂટ કઇ વાતનો છે?

(Photo: Instagram/viralbhayani)

અક્ષય કુમાર (Akshay Kumar) એક બાદ એક ઘણી બધી ફિલ્મો કરી રહ્યો છે. હાલમાં જ જ્યારે અક્ષય કુમાર લંડનથી મુંબઇ પરત આવ્યો તો તેને એરપોર્ટ પર જોઇ એક ફિમેલ ફેન તેની સામે ગઇ અને બોલી, 'હું તારી મોટી ફેન છું'

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખેલાડી એક્ટર અક્ષય કુમરા (Akshay Kumar)ની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. તેને જોઇ ફેન્સ તેની સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવાં દોડી જાય છે. ઘણી વખત એક્ટર તેમની ડિમાન્ડ એક્ટર પૂર્ણ પણ કરી દે છે. ઘણી વખત ફેન્સને નિરાશ થવું પડે છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'બેલબોટમ' (Bell Bottom) જોયા બાદ ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે. એવું જ કંઇ થયું અક્ષયની સાથે જ્યારે એક યુવતી તેનાં ફેવરેટ એક્ટરને જોઇ પોતાની જાતને રોકી ન શકી. પણ અક્ષયે જે રીતે રિએક્ટ કર્યું તે યૂઝર્સને પસંદ નથી આવ્યું.

    આ પણ વાંચો-HBD Yash Johar: ક્યારેક મિઠાઇ વેચતા હતાં યશ જોહર, મીના કુમારીની એક તસવીરે બદલી દીધી કિસ્મત

    અક્ષય કુમાર એક બાદ એક તાબડતોડ ઘણી ફિલ્મો કરી રહ્યો છે. તેથી જ તો ક્યારેક મુંબઇમાં તો ક્યારેક દેશની બહાર શૂટિંગ કરવામાં બિઝી હોય છે. હાલમાં જ જ્યારે અક્ષય લંડનથી મુંબઇ પરત આવ્યો હતો ત્યારે તેને એરપોર્ટ પર જોઇ એક ફેન સામે આવી અને બોલી કે, 'હું આપની ખુબજ મોટી ફેન છું.' યુવતીને તેની સામે જોઇ એક્ટર થોડો પાછળ ગયો અને સંપૂર્ણ રીતે તેને નજર અંદાજ કરી ગાડીમાં બેસી નીકળી ગયો. આ દરમીયાન અક્ષયની ટીમ પણ હાજર હતી. આ સંપૂર્ણ ઘટનાક્રમ સમયે હાજર પેપરાઝીએ આખો કિસ્સો કેમેરામાં કેદ કરી લીધો. અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો.




    આ વીડિયો જોઇ સોશિયલ મીડિયા યૂઝ્સે અક્ષય કુમારની ક્લાસ લગાવી હતી. તેણે લખ્યું હતું કે, 'આ યુવતીની જેમ લોકો કેમ ભીખ માંગતા હોય છે કે સર.. હું આપની ફેન છું.. અરે તેમને તેમની જરાં પણ ફિકર નથી.. આપ લોકો તેમનાં માટે જરાં પણ મહત્વનાં નથી. ખબર નહીં કેમ તેઓ તેમની પોતાની બેઇજત્તી કરાવતા હોય છે.. ખુબજ ખરાબ છે.' તો અન્ય એકે લખ્યું કે, 'આટલો એટિટ્યૂડ કઇ વાતનો છે? એકે લખ્યું કે, 'ફાલતુનો એટીટ્યૂડ', તો અન્ય એક લખે છે, 'પહેલાં તો આવું નહોતો કરતો.'

    અક્ષય કુમાર એરપોર્ટ પર બ્લેક કલરની હૂડી વાળા જેકેટ અને બ્લેક ટોપીની સાથે આપનાં ચહેરા પર માસ્કથી કવર કરેલાં નજર આવે છે.
    Published by:Margi Pandya
    First published: