Home /News /entertainment /

તમાકુ બ્રાન્ડની એડ કરવાં પર Akshay Kumar એ માંગી માફી, ફી અંગે કરી મોટી વાત

તમાકુ બ્રાન્ડની એડ કરવાં પર Akshay Kumar એ માંગી માફી, ફી અંગે કરી મોટી વાત

અક્ષય કુમાર (File Photo)

Vimal Brand: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) મોટો નિર્ણય લીધો છે. ગત દિવસોમાં સામે આવ્યું કે તે, તમાકુ બ્રાન્ડની એડમાં ખેલાડી કુમાર દેખાયો હતો. અક્ષય કુમારનું કહેવું છે કે, તે આ એડથી મળેલી ફી દાન કરી દેશે. અક્ષય કુમારે આ એડ અને આ બ્રાન્ડનાં એન્ડોર્સમેન્ટથી પાછે હટ કરવાંનો નિર્ણય લીધો છે. ફેન્સની ટ્રોલિંગ બાદ તેણે આ નિર્ણય લીધો છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે તેનાં વિમલ ઇલાયચીની એડમાં નજર આવ્યો. આ વિજ્ઞાપનમાં તે બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન અને બોલિવૂડનાં સિંઘમ અજય દેવગણની સાથે નજર આવે છે. શાહરૂખ અને અજય દેવગણનું તો કંઇ ન ગયુપણ અક્ષય કુમારને આ એડ કરવાં પર સોશિયલ મીડિયા પર ખુબજ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોની આલોચનાથી ઘેરાયા બાદ અક્ષય કુમારે મોટી જાહેરાત કરી છે.

  અક્ષયે ફેન્સની માંગી માફી- અક્ષ કુમારે તેનાં ફેન્સની માફી માંગતા આ એડવર્ટાઇઝમેન્ટમાંથી પીછે હટ કરવાનો નિર્ણય લીધો છે. અને જાહેરાત કરી છે કે તે તમાકુ બ્રાન્ડ (વિમલ)નો બ્રાન્ડ એમ્બેસેડર નહીં રહે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પો્સટ દ્વારા આ નિર્ણય અંગે જણાવ્યું છે.

  ખેલાડી કુમારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, મને માફ કરી દો. હું આપ સૌની માફી માંગવા ઇચ્છુ છું મારા તમામ ફેન્સ અને શુભ ચિંતકોની. ગત કેટલાંક દિવસોમાં આવેલાં આપનાં રિએક્શન્સે મને ખુબ વધારે પ્રભાવિત કર્યો છે. મે ક્યારેય તમાકુને એન્ડોર્સ નથી કર્યું અને ન ક્યારેય કરીશ. વિમલ ઇલાયચી સાથે મારા અસોસિએશન અંગે સામે આવેલી આપની ભાવનાઓની હું ઇજ્જત કરું છું અને તેથી જ સંપૂર્ણ વિનમ્રતા સાથે હું તેનાંથી પીછે હટ કરું છું

  અક્ષય કુમારે શેર કરેલી પોસ્ટ


  ''મે નિર્ણય લીધો છે કે, હું એડવર્ટાઇઝમેન્ટથી મળેલી ફીને સારા કામ માટે લગાવીશ. બ્રાન્ડ ઇચ્છે તો આ એડને ઓનએર કરવાંનું ચાલુ રાખી શકે છે જ્યાં સુધી તેનાં કોન્ટ્રાક્ટની લીગલ અવધિ પૂર્ણ નથી થઇ જતી. પણ વાયદો કરુ છુ કે ભવિષ્યમાં સંપૂર્ણ સમજદારીની સાથે વિકલ્પ પસંદ કરીશ. બદલામાં હું આપનો પ્રેમ અને દુઆઓ માંગુ છું.''

  આ પણ વાંચો-3 મિનિટમાં 5 કરોડ કમાનારી Samanthaની પહેલી સેલરી હતી 500 રૂપિયા, 8 કલાકની હતી હોસ્ટેસની નોકરી

  અક્ષય કુમારને લોકોએ કર્યો હતો ટ્રોલ
  થોડા દિવસ પહેલાં જ અક્ષય કુમારની આ એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થઇ છે. જેમાં શાહરૂખ ખાન અને અજય દેવગણે અક્ષય કુમારનું 'વિમલ યૂનિવર્સ'માં વેલકમ કર્યું. બોલિવૂડનાં ત્રણ મોટા એક્ટર્સ (શાહરૂખ ખાન, અજય દેવગણ અને અક્ષય કુમાર) પહેલી વખત કોઇ એડમાં સામે આવ્યાં હતાં. આમ તો આ ખુબજ મોટી વાત હતી. પણ ત્રણેય તમાકુની બ્રાન્ડની એડ માટે હાથ મેળવ્યો. તેથી આ એડ ટ્રોલર્સનાં નિશાને હતી. અઝય દેવગણ તો પહેલેથી જ વિમલની એડમાં નજર આવતો હતો. પણ શાહરૂખ ખાનનાં આ એડમાં આવવાં પર એટલો બબાલ નહોતી થઇ પણ ખેલાડી કુમારનાં એડવર્ટાઇઝમેન્ટમાં આવવાથી બબાલ થઇ ગઇ હતી.  અક્ષય કુમારનાં ફેન્સે એક્ટરનાં જુના વીડિયો શેર કર્યાં જ્યાં તે દારૂ સિગરેટ જેવાં હાનિકારક પ્રોડક્ટ્સથી દૂર રહેવાની વાત કરતો નજર આવે છે. ઘણાં લોકોએ તો ત્રણ વખત પદ્મ શ્રી સન્માન મેળવી ચુકેલાં અક્ષય કુમારનાં એવોર્ડ પરત લઇ લેવાં પણ કહેવા લાગ્યા હતાં. આલોચનાઓ જોયા બાદ એક્ટરે માફી તો માંગી લીધી પણ હવે ફેન્સ ખેલાડીનું માફીનામું મંજૂર કરે છે નહીં તે તો સમય જ કહેશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Ajay Devgn, Shah Rukh Khan, Vimal advertisement, અક્ષય કુમાર

  આગામી સમાચાર