Home /News /entertainment /

અક્ષય કુમારે કર્યુ ભારતની સૌથી મોંઘી ફિલ્મ '2.O'નું 'શ્રી ગણેશ'

અક્ષય કુમારે કર્યુ ભારતની સૌથી મોંઘી ફિલ્મ '2.O'નું 'શ્રી ગણેશ'

અક્ષય કુમારે તેનાં ટ્વિટર પેજ પર રજનીકાંતની સાથે આવનારી તેની પહેલી ફિલ્મ '2.O'નું ટીઝર શેર કર્યુ. આ ટીઝરમાં પહેલી વખત અક્ષય કુમાર અને રજનીનો સંપૂર્ણ લૂક સામે આવ્યો

અક્ષય કુમારે તેનાં ટ્વિટર પેજ પર રજનીકાંતની સાથે આવનારી તેની પહેલી ફિલ્મ '2.O'નું ટીઝર શેર કર્યુ. આ ટીઝરમાં પહેલી વખત અક્ષય કુમાર અને રજનીનો સંપૂર્ણ લૂક સામે આવ્યો

    મુંબઇ: 13 સ્પટેમ્બરનાં ગણેશ ચતુર્થીનાં રોજ અક્ષય કુમારે તેનાં ફેન્સને ખાસ ગિફ્ટ આપી છે. આ પાવન દિવસે તેણે તેની અપકમિંગ ફિલ્મ '2.O'નું ટીઝર રિલીઝ કર્યુ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક સુપરવિલનનાં રોલમાં નજર આવે છે. અને તેની સામે સુપરહીરો રજનીકાંત છે. રજનીકાંત આ ફિલ્મનાં 'પ્રીક્વલ' 'એનથિરન' (રોબોટ)ની જેમ ડબલ રોલમાં જ નજર આવશે.

    અક્ષય કુમારે તેની ટ્વિટમાં લખ્યુ છે કે, ગણેશ ચતુર્થીનાં રોજ ગણપતિ બાપ્પાનાં આશીર્વાદની સાથે અમે ફિલ્મનો શ્રીગણેશ કરીએ છીએ। જોકે અક્ષય કુમારે પહેલાં જ કહ્યું હતું કે ફિલ્મનું ટિઝર 13 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે. આ ફિલ્મને લઇને ક્રેઝનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે અત્યારથી જ આ ફિલ્મનાં ફેન પેજ છે અને લાખો લોકો તે ફેન પેજ લાઇક કરી ચુક્યા છે.



    આશરે 400 કરોડનાં ખર્ચામાં બનેલી '2.O' ભારતમાં બનેલી સૌથી મોંઘી ફિલ્મ છે. આ વર્ષ 2010માં આવેલી 'એનથિરન' (રોબોટ)ની સિક્વલ છે. આ ફિલ્મનાં ટીઝરમાં એક એવાં વિલનની એન્ટ્રી બતાવવામાં આવી છે જે દુનિયાભરમાં મોબાઇલ ફોન પોતાની પાસે ખેંચી લે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Announces, Ganesh Chaturthi, Teaser, અક્ષય કુમાર

    આગામી સમાચાર