એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ બચ્ચન પાંડેની જાહેરાત કરી દીધી છે. ઘણાં સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે ફિલ્મ ગણતંત્ર દિવસે એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે રિલિઝ થશે. આ જાહેરાત સાથે અક્ષય કુમારે ફિલ્મનું જોરદાર પોસ્ટર પણ રિલિઝ કર્યું છે, જેમાં અક્ષય એકદમ અલગ અને ડેંજરસ લુકમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના નવા પોસ્ટરે ફેન્સમાં વધુ ઈંતેજારી ઉભી કરી દીધી છે.
પોતાની આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું છે કે, આનો એક લુક જ કાફી છે. બચ્ચન પાંડે 26 જાન્યુઆરી 2022માં રિલિઝ થશે. પોતાના આ પોસ્ટરમાં એક નકલી આંખમાં અક્ષય દેખાઈ રહ્યા છે. અક્ષયે આ પોસ્ટરમાં ભારે ભરખમ ચેઈન પણ પહેરેલી છે. અને એક ગેંગસ્ટર જેવા જબરદસ્ત લુકમાં અક્ષય દેખાઈ રહ્યા છે.
આ બચ્ચન પાંડેનું શુટિંગ રાજસ્થાનના જેસલમેરમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કૃતિ સેનન અને જેકલીન પણ જોવા મળશે. શૂટિંગમાં બીઝી આ ફિલ્મની કાસ્ટની ઘણી ફોટોઝ સોશ્યલ મિડિયા પર જોવા મળી રહી છે. 'બચ્ચન પાંડે' કૃતિ સેનન અને અક્ષય કુમારની બીજી ફિલ્મ છે. આ પહેલા આ જોડી હાઉસફૂલ 4માં પણ દેખાઈ ચુકી છે. અક્ષયની વાત કરીએ તો તેમની નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે આ 10મી ફિલ્મ હશે.
Published by:Margi Pandya
First published:January 23, 2021, 17:38 pm