મુંબઈ : અક્ષય કુમાર (Akshay Kumar)અને માનુષી છિલ્લર (Manushi Chillar)સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર રિલીઝ (Prithviraj Trailer Release) થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ જ જોરદાર છે. પૃથ્વીરાજના પાત્રમાં અક્ષય કુમારની એન્ટ્રીથી દિલ ખુશ થઈ જાય છે. યુદ્ધના મેદાનમાં પૃથ્વીરાજની બહાદુરી દેખાઈ રહી છે. પરંપરાગત લુકમાં માનુષી ખરેખર રાજકુમારી જેવી લાગી રહી છે. તેની એન્ટ્રી પણ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. પૃથ્વીરાજની બહાદુરીની સાથે સુભદ્રા સાથેની બોન્ડિંગ પણ જોવા મળી રહી છે. બંને વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ એક ગીતમાં શાનદાર છે.
પૃથ્વીરાજના ટ્રેલરમાં સંજય દત્તની (Sanjay Dutt) સ્ટાઈલ પણ ધાંસૂ જોવા મળી રહી છે. યુદ્ધના મેદાનમાં તેમનું પાત્ર ખૂબ જ પ્રભાવી દેખાય છે. સોનુ સૂદના ચહેરા પર શાલીનતા છે, પરંતુ યુદ્ધમાં તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળે છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને તેની સિનેમેટોગ્રાફી અદભૂત છે.
બોલિવૂડમાં ડેબ્યૂ કરશે માનુષી છિલ્લર
અક્ષય કુમારની આ ફિલ્મની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ સાથે માનુષી છિલ્લર પણ આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. ઘણી વખત મુલતવી રાખ્યા બાદ આખરે આ ફિલ્મ હવે 3 જૂને રિલીઝ માટે તૈયાર છે.
અક્ષય કુમારે ખુલાસો કર્યો કે જ્યારે તે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા બેઠો ત્યારે તેના રૂંવાટા ઊભા થઇ ગયા હતા. તેણે તરત જ ફિલ્મ માટે હા પાડી કારણ કે સ્ક્રિપ્ટ અદભૂત હતી. અક્ષય કહે છે, "આ ફિલ્મ ઇતિહાસ, દેશભક્તિ, મૂલ્યવાન સિદ્ધાંતોને એકસાથે લાવે છે, જેની સાથે આપણે જીવવું જોઈએ અને પ્રેમની વાર્તા પણ કહે છે જે ભાગ્યે જ જોવા મળે છે."
અક્ષય કુમારે વધુમાં જણાવ્યું કે, તેઓ માને છે કે આ ફિલ્મ બનાવવા અને સ્ટોરી સાથે ન્યાય કરવા માટે ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી જ યોગ્ય વ્યક્તિ છે. તેણે કહ્યું, “ફિલ્મનો એક મોટો ભાગ છે જે આ પ્રકારની ઐતિહાસિકતાને લાયક છે. કોઇ એવા વ્યક્તિને ચિત્રિત કરવા સન્માનની વાત હોય છે, જેણે ભારત માટે આટલું કર્યુ છે, જેને આપણે જાણીએ છીએ.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર