એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમારની (Akshay kumar) ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' અંગે (Laxmmi Bomb) ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફેન્સને ફિલ્મનો ભારે ઇન્તેઝાર છે. કારણ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર અલગ જ અંદાજમાં નજર આવે છે. આ વચ્ચે, ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.. અક્ષય કુમારે 8 ઓક્ટોબરનાં જ (Laxmmi Bomb Trailer) ફિલ્મનાં ટ્રેલર રિલીઝ ડેટની જાણકારી આપી હતી. એક્ટરે તેની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હસશો, ડરશો અને પોતાનાં પરિવાર સાથે મળીને સૌથી મોટો ધડાકો જોશો. જુઓ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર. કાલે આવી રહ્યું છે. '
અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' અંગે ફેન્સમાં ભારે ક્રેઝ છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.. કારણ કે, આ ફિલ્મમાં અક્ષ્ય એકદમ અલગ અંદાજમાં નજર આવશે. તે ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરનાં લૂકમાં નજર આવી રહ્યો છે. અક્ષય કુમારે ફિલ્મનું ટ્રેલર શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'લક્ષ્મી બોમ્બ ઓફિશિયલ ટ્રેલર, જ્યાં પણ છો. ત્યાં જ રોકાઇ જાઓ અને તૈયાર થઇ જાઓ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર જોવા માટે, કારણ કે વરસવા આવી રહી છે લક્ષ્મી'
આપને જણાવી દઇએ કે, અક્ષય કુમારની લક્ષ્મી બોમ્બ ડિઝ્ની પ્લસ્ટ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર દિવાળીનાં સમય પર 9 નવેમ્બરનાં રિલીઝ થશે. મેકર્સ ફિલ્મને હોટસ્ટાર ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને યુએસનાં થિએટર્સમાં રિલીઝ કરવાનો પ્લાન છે. જોકે આ પહેલાં પરિસ્થિતિઓ જરૂરર જોવામાં આવશે. હાલમાંજ થિએટર્સમાં પણ રિલીઝનો પ્લાન બનાવી રહ્યાં છે. આ પહેલાં પરિસ્થિતિ જોવામાં આવશે. જોકે, હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે તેનાં ઓફિશિયલ ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરી હતી.
આ પણ વાંચો- બાહુબલી'ની સાથે આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણનો ચાલશે જાદૂ
પહેલાં આફિલ્ 9 સપ્ટેમ્બરનાં રિલીઝ થવાની હતી. પણ કોરોનાને કારણે અન્ય ફિલ્મોની જેમ જ 'લક્ષ્મી બોમ્બ'ની પણ રિલીઝ ડેટ આગળ ખસેડવામાં આવી છે. 'ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી પણ લિડ રોલમાં છે. આ એક હોરર કોમેડી ફિલ્મ હશે. જેને નિર્દેશક રાઘવ લોરેન્સે ડિરેક્ટ કરી છે.'
Published by:Margi Pandya
First published:October 09, 2020, 16:07 pm