Home /News /entertainment /

ટ્રાન્સજેન્ડરનાં સપોર્ટમાં અક્ષયે શેર કર્યો VIDEO,'તેમની સફળતામાં નાચવાની હવે આપણો વારો છે'

ટ્રાન્સજેન્ડરનાં સપોર્ટમાં અક્ષયે શેર કર્યો VIDEO,'તેમની સફળતામાં નાચવાની હવે આપણો વારો છે'

અક્ષય કુમાર (Akshay Kumar)એ એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે ટ્રાન્સજેન્ડર્સને સપોર્ટ કરતો નજર આવે છે. વીડિયોમાં અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી (Kiara Advani) અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (Laxmi Narayan Tripathi) પણ નજર આવી રહી છે.

અક્ષય કુમાર (Akshay Kumar)એ એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં તે ટ્રાન્સજેન્ડર્સને સપોર્ટ કરતો નજર આવે છે. વીડિયોમાં અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી (Kiara Advani) અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (Laxmi Narayan Tripathi) પણ નજર આવી રહી છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ લક્ષ્મી (Laxmii) 9 નવેમ્બરનાં OTT પ્લેટફર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર (Disney Plus Hotstar) પર રિલીઝ થવા જઇ રહી છે આ હોરર કોમેડી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar Film) એક ટ્રાન્સજેન્ડરનું કિરદાર અદા કરતો નજર આવે છે. વીડિયોમાં અક્ષય કુમારની સાથે કિયારા અડવાણી (Kiara Advani) અને લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (Laxmi Narayan Tripathi) પણ નજર આવે છે.

    આ વીડિયો દ્વારા અક્ષય કુમારે દેશની જનતાને ટ્રાન્સજેન્ડર પ્રત્યે પોતાનાં વિચારો બદલવા અપીલ કરી છે. વીડિયો શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યુ છે કે, 'હવે આપણો વારો છે, નજરથી બચવા માટે તો ઘણાં ટીકા લગાવ્યાં પણ નજરીયો બદલવાનો ટીકો લગાવવાનો હવે આપણો વારો છે.' આવો લિંગ પ્રત્યે રૂઢીવાદને તોડીએ અને લાલ બિંદીની સાથે ત્રીજા લિંગને આપણું સમર્થન આપીએ. જે સમાન પ્રેમ અને સમ્માન માટે ઉભા રહીયે.'




    વીડિયોમાં અક્ષય કુમાર કહેતો નજર આવે છે કે, 'અત્યાર સુધી જે થયું તે આપણી ભૂલ છે. આપણો નજરિયો બદલવા માટે હવે આપણો વારો છે. દુનિયાને ખુશ રાખવા માટે બધા જ ગમ પી લે છે, તેમને ખુશીઓ વહેચવાની હવે આપણી વારી છે. આપણી ખુશીઓમાં તેઓ હમેશાં નાચે છે. તેમની ખુશીમાં નાચવાનો હવે આપણો વારો છે. દરેક ભેદભાવનો બોઝ બાળપણથી ઉઠાવે છે તેમનો હક તેમને અપાવવાનો હવે આપણો વારો છે.'

    આ પણ વાંચો- મોડલ મિલિંદ સોમણને દરિયાકાંઠે સંપૂર્ણ નગ્ન થઈ દોડવું ભારે પડ્યું, ગોવામાં પોલીસ કેસ દાખલ

    તમામ જશ્નોમાં તેમણે દિલથી દુઆઓ આપી છે. તેમની મહેફિલ સજાવવાનીઆપણી વારી છે. સરહદ પર લડવા માટે હમેશાં તે તૈયાર રહે છે. બસ તેમને પ્રોત્સાહન આપવાની આપણી વારી છે, છે તો તેઓ પણ ભગવાનની દેન, તેમને અપનાવવાની આપણી વારી છે. નજરથી બચવા ઘણાં ટીકા લગાવીએ છીએ, નજરિયો બદલવાનો ટીકો લગાવવાની આપણી વારી છે. '
    First published:

    Tags: Kiara Advani, અક્ષય કુમાર

    આગામી સમાચાર