Bollywood News: 5 વર્ષ પહેલા ઈમરાન હાશ્મીએ (Emraan Hashmi) 'ધ કિસ ઓફ લાઈફ- હાઉ સુપરહીરો & માય સન ડિફિટેડ કેન્સર' નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકના સહ-લેખક બિલાલ સિદ્દિકી છે. આ પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારનું (Akshay Kumar) સૂચન કરવામાં આવ્યું હતું. અક્ષય કુમારે આ પુસ્તક માટે પ્રસ્તાવના લખી હતી.
ત્યારે હવે અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. આ બંને અભિનેતા કરણ જોહરના આગામી પ્રોજેક્ટમાં એકસાથે જોવા મળશે. ગુડ ન્યૂઝ (Good News) ફિલ્મના ડાયરેક્ટર રાજ મહેતા (Raj maheta) આ ફિલ્મનું દિગ્દર્શન કરશે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ‘આ બંને અભિનેતાઓ પ્રથમ વખત એકસાથે કામ કરશે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ (Malyalam film) ડ્રાઈવિંગ લાયસન્સ (Driving Licence)ની રિમેક છે. જેમાં પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) અને સૂરજ વેંજારામૂડુ (Suraj Venjaramoodu)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અક્ષય કુમાર પૃથ્વીરાજે ભજવેલ ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ઈમરાન હાશ્મી ટ્રાફિક ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, મલયાલમ ફિલ્મમાં સૂરજ વેંજારામૂડુએ ટ્રાફિક ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી.’
આ અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ છે કે, ‘આગામી વર્ષની શરૂઆતમાં આ ફિલ્મનું શુટિંગ શરૂ થઈ શકે છે. રાજ મહેતા હાલ ફિલ્મ 'જુગ જુગ જીયો' પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વરુણ ધવન, અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતૂ કપૂર જોવા મળશે.’ આ ફિલ્મમાં એક ગીતના શુટીંગ માટે ફિલ્મનું યુનિટ રશિયા જશે, ત્યાર બાદ આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન શરૂ થશે.
અક્ષય કુમાર હાલ લંડનમાં ફિલ્મ ‘સિંડ્રેલા’નું શુટીંગ કરી રહ્યા છે. ઈમરાન હાશ્મી ફિલ્મ ‘ટાઈગર 3’નું શુટીંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ (Akshay Kumar Upcoming Film) માં સૂર્યવંશી (Suryanshi), રામસેતુ (Ramsetu), સિંડ્રેલા (Cinderella), અતરંગી રે (Atrangi re), રક્ષાબંધન (Rakshabandhan) શામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર